________________
પ્રકરણ ચોવીશમું
આ વિક્રમસૂરિ શ્રીદેવાનંદસૂરિની પાટ ઉપર આ. શ્રીવિકમસૂરિ થયા છે. તેમનું કંઈ પણ ચરિત્ર મળી શકતું નથી. “વીરવંશાવલી”માં ઉલ્લેખ છે કે તેમણે ધાંધાર દેશના ગાલા નગરમાં પરમાર ક્ષત્રિયને ઉપદેશી જેનધમી બનાવ્યા હતા.
આ અરસામાં એટલે વિક્રમની થી પાંચમી સદીમાં આ શિવશર્મસૂરિ, આ ચંદ્રષિ મહત્તર, સંઘદાસગણું મહત્તર, ધર્મ સેનગણું મહત્તર, ધર્મદાસગણું મહત્તર, જિનદાસગણું મહત્તર, આ૦ વિમલચંદ્રસૂરિ, પંડિત ચંડ વગેરે પ્રભાવકે થયા છે. સંભવ છે કે આ સ્કંદિલસૂરિ અને આ૦ દેવધિગણીની વાચનાઓના મધ્યકાળના આ ગ્રંથકારે છે. આ શિવમસૂરિ
આ આચાર્યો દષ્ટિવાદના બીજા પૂર્વની પાંચમી “ચવણવત્યુના ચેથા “કમ્મપડિપ્રાભૂતમાંથી ઉદ્ધરીને કર્મવિષયક કમ્મપડિ શાસ્ત્ર રચ્યું છે, જે કર્મવિષયને પ્રાચીન ગ્રંથ છે, એનાં વિષયનિરૂપણની ગૂંથણ અજોડ છે. પ્રાચીન કાળના શ્વેતાંબર આચાર્યો અને દિગમ્બર આચાર્યો આ ગ્રંથને પ્રમાણુ કટિને માને છે. તેનું પ્રમાણ ૪૭૫ પ્રાકૃત ગાથાનું છે. પછી આચાર્યોએ તેના ઉપર ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓની રચના કરી છે.
આ સિવાય તેમણે એ જ કમ્મપડિપાહુડના આધારે પાંચમે શતક નામને કર્મગ્રંથ નામે બનાવ્યો છે, જે ૧૧૧ ગાથા પ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org