________________
૩૯૬
જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ ત્રિકુટક રાજાઓની રાજધાની જુનેર પાસે ત્રિકુટ નગરમાં હતી. તેઓએ વિ. સં. ૩૦૫ની આસે શુદિ ૧ (તા. ૨૬-૮-૨૪૯) થી વૈકુટસંવત ચલાવ્યો છે, જેનાં બીજાં નામે કલયુરીસંવત અને ચેદીસંવત પણ છે. ત્રિકુટકવંશના પહેલા રાજા ઈશ્વરદત્ત સૌરાષ્ટ્ર પર ચઢાઈ કરી, ત્યાં પોતાની સત્તા સ્થાપી હતી પરંતુ મહાક્ષત્રપ બીજા રુદ્રસેને તેને હાંકી કાઢયો હતે. વળી તેના વંશજે સમય જતાં ક્ષત્રની પડતીને લાભ લઈ દક્ષિણ ગુજરાતને ઘણે ભાગ દબાવી ત્યાં સુધી પિતાનું એકછત્ર રાજ્ય સ્થાપી દીધું હતું. ત્યાર પછી પણ તેઓના હલ્લા ચાલુ રહ્યા અને ક્ષત્રપ વધુ ને વધુ નબળા પડતા ગયા.
ગુણવંશ વિક્રમની ચોથી સદીના છેલ્લા ભાગમાં મધ્ય હિંદમાં સત્તા પર આવ્યો. તેણે પણ વિ. સં. ૩૭૬ કા. સુ. ૧ થી ગુસંવત ચલાવ્યું છે, જેનું બીજું નામ વલભીસંવત પણ છે. કેમકે આદ્ય શિલાદિત્યે પણ તે જ સાલમાં વલભીનું રાજ્ય સ્થાપ્યું હતું
સમ્રાટ સમુદ્રગુપ્ત પછી તેને માટે પુત્ર રામગુપ્ત ગાદીએ આવ્યું હતું પણ તે તેને કેદી બન્ય, છૂટી આવ્યું અને રાજખટપટને ભેગ બની મૃત્યુ પામ્યું. એટલે તેની પછી તેને ભાઈ ચંદ્રગુપ્ત રાજા થયે અને તેણે રામગુપ્તની પત્ની ધ્રુવસ્વામીની સાથે લગ્ન કર્યું.
- (નાટયદર્પણ, દેવીચંદ્રગુપ્ત, મુજમલ તવા
રિખ, સને ૧૪૮ જુનનું વિશાલભારત) મહારાજા ચંદ્રગુપ્તના અલાહાબાદના કીર્તિસ્તંભમાં વર્ણન છે કે–તેણે ગેરખપુર, કાશી, બંગાળ, બિહાર, રજપૂતાના, માળવા અને દક્ષિણની કાંચી સુધી પિતાની આણ વર્તાવી હતી વગેરે. આથી સ્પષ્ટ છે કે તેણે ગુજરાત સૌરાષ્ટ્રમાં પિતાની આણ વર્તાવી હતી, પરંતુ તેણે સૌરાષ્ટ્ર ઉપર બે વાર ચડાઈ કરી હોય એમ લાગે છે. તે કુમાર હતા ત્યારે તેણે પિતાના પિતાને રાજ્ય વધારવામાં ખૂબ મદદ કરી હતી. તેણે તે દરમ્યાન ગુમ સં. ૬૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org