________________
૩૯૪ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ ઉપરના ઉલ્લેખ માટે શંકા પડે એ સ્વાભાવિક છે એટલે તે તે સાલવારીઓને પ્રમાણપૂર્વક નક્કી કરવી જોઈએ.
એ ચક્કસ વાત છે કે આબુગિરિની તળેટીમાં રહેલ ચંદ્રાવતી ઉત્તર તરફથી આવતા દરેકે દરેક હુમલાઓનું બલિદાન બની છે, એટલે તે ઘણીવાર વસી છે અને ઘણીવાર ભગ્નાવશેષ બની છે. વલભી માટે પણ એવું જ છે. વલભી અનેકવાર સૌરાષ્ટ્રની રાજધાની બની છે, સમુદ્રમાર્ગે પણ ધીકતું બંદર બની છે. એટલે શત્રુઓ સૌરાષ્ટ્ર પર ચડી આવે ત્યારે વિશેષત: વલભીને જ નાશ કરતા હતા. આવી રીતે વલભીએ અનેક જન્મ-મરણ કર્યા છે. ઉપરની જુદી જુદી સાલવારીના આંકડાઓ પણ એ વાતને ટેકે આપે છે. એટલે આપણે ઈતિહાસના આધારે તેને જ વિચાર કરીએ.
૧. પહેલા ઉલ્લેખ પ્રમાણે વીરસંવત ૮૪૫માં વલભીભંગ થયે. એટલે એક વર્ષગણિત પ્રમાણે વિ. સં. ૪૩૫માં અને બીજા વર્ષગણિત પ્રમાણે વિ. સં. ૩૭૫માં વલભીભંગ થયે, એમ નકકી થાય છે. આ સૌથી પહેલા વલભીભંગની સાલવારી છે. જૈન ઇતિહાસમાં ક્ષત્રપકાલીન એક શિલાદિત્ય રાજાના અને વિ. સં. ૮૪પમાં વલભીભંગ થયાનાં સૂચને સ્થાને સ્થાને છે. જૈન લેખકે આ ઘટનાને ખાસ ઉલ્લેખ છે. એટલે એ ઘટના કલ્પનારૂપ નહિ કિન્તુ ખૂબ મહત્વવાળી એતિહાસિક છે, એ નિર્વિવાદ વાત છે અને ઈતિહાસની અમુક મેઘમ વાતે તેની પૂરક બને છે, એટલે આપણે હવે ઇતિહાસનાં પાનાં પણ ઊકેલીએ.
પ્રાચીન કાળમાં દક્ષિણ કાઠિયાવાડનું નામ સૌરાષ્ટ્ર, ઉત્તર કાઠિયાવાડ તથા ઉત્તર ગુજરાતનું નામ આનર્ત અને દક્ષિણ ગુજરાતનું નામ અપરાંત મળે છે. તે સમયે વલભીને પ્રદેશ સૌરાષ્ટ્રમાં જ સામેલ મનાતું હતું, જે પ્રદેશનું બીજું નામ વળાંક (વાળાક) પણ મળે છે.
ઇતિહાસ બોલે છે કે પ્રાચીનકાળમાં યાદવેએ, વિકમ પહેલાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org