________________
૩૯૩
ત્રેવીસમું ]
આ દેવાનંદસૂરિ આa મધુમિત્ર, આ ગંધહસ્તિ અને ગંધહતિ ભાષ્યને ઇતિહાસ આજે અંધારામાં છે. આ શીલાકે “આચારાંગસૂત્રની ટીકામાં શસ્ત્રપરિણા ઉપર ગંધહસ્તિ વિવરણ હોવાને ઉલેખ કર્યો છે પરંતુ તે સંબંધે પણ વિશદ ઉલ્લેખ મળતું નથી. આ સ્કંદિલને સમય યુગપ્રધાનના યંત્ર પ્રમાણે વીરની નવમી સદીને પૂર્વ ભાગ નક્કી જ છે. એટલે આ લખાણની કેટલીક વાતે ગંભીર ચિંતવન માગી લે છે.
આ દરેક ઉલેખનુંતારણ એ જ નીકળે છે કે રિનિર્વાણ સં. ૮૩૦ થી ૮૦ સુધીમાં આ૦ સ્કંદિલ અને આ૦ નાગાર્જુને ચેથી આગમવાચના કરી, અંગે વગેરેને પુસ્તકારૂઢ કર્યા હતાં. વલભીભંગ :
વલભીભંગના ઉલ્લેખે જુદા જુદા ગ્રંથમાં નીચે પ્રમાણે મળે છે.
૧. અદિપવા વસ્ત્રહીણો ગાથા, પ્રભાવક ચરિત્રના વિજ્યસિંહસૂરિ પ્રબંધના શ્લોક ૮૧-૮૨, અને તપગચ્છ પટ્ટાવલી વગેરેમાં લખ્યું છે કે વીર સં. ૮૪૫માં વલભીને ભંગ થયે.
૨. પ્રબંધચિંતામણિ પ્રકાશ પાંચમે, પુરાતનપ્રબંધસંગ્રહ, દુસ્સમકાલશ્રમણસંઘથયં અવસૂરિ, ગાથાસહસ્ત્રી વગેરેમાં એકેક ગાથા છે કે વિક્રમ સં. ૩૭૫માં વલભીભંગ થયે છે.
૩. ચતુર્વિશતિપ્રબંધ યાને પ્રબંધકેશના મલવાદિપ્રબંધના લેક દ૬માં લખ્યું છે કે વિ. સં. ૩૭૫માં વલભીભંગ થયે. ( ૪ તીર્થકલ્પના સત્યપુર તીર્થકલ્પમાં પાઠ છે કે વિ. સં. ૮૪૫માં ગજનીપતિ હમીરના સૈન્ય વલભી ભાંગી, શિલાદિત્યને માર્યો.
વલભીભંગ માટે ઉપર લખ્યા પ્રમાણે ૪ સાલવારીએ મળે છે.
જે કે સામાન્ય ઇતિહાસપ્રેમી તે આ ઉલ્લેખને વાંચી, ભ્રમમાં પડે તેમ છે. કારણ કે વિ. સં. ૩૭૫ તે વલભીભંગનું નહીં કિન્તુ વલભીરાજ્યનું પ્રારંભ વર્ષ છે. વળી મૈત્રકવંશના દરેક શિલાદિત્ય વિ. સં. પ૭૩ પછી જ થયા છે. આ સ્થિતિમાં
૫૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org