________________
૩૯૮
જૈન પરંપરાના ઇતિહાસ
મૈં પ્રકરણ
અને સૌરાષ્ટ્રને જીતી પાતાના રાજ્ય સાથે જોડી દીધાં. આ ઘટના વિ. સં. ૪૪૫ શાકે ૩૧૦ ગુપ્ત સ. ૭૦ પછી અની હશે એમ મનાય છે.
આ રીતે રાજા શિલાદિત્ય અને વલભીભંગની ઘટનાઓના ઇતિહાસ સાથે પૂરો મેળ મળી રહે છે. આદ્ય શિલાદિત્યના પિતા રાજા ન હતા અને તેના પુત્ર પણ રાજા બની શકયા ન હતા. એટલે તેની ઘટના અગાધ ઇતિહાસમાં છુપાઈ રહે, એ સંભવિત છે. છતાંય તેના વિશ્વનીય ઇતિહાસ ઉપર પ્રમાણે મળી રહે છે, તે ઇતિહાસપ્રેમી માટે ખુશી થવાની બીના છે.
એટલે વીર સ. ૮૪૫માં વલભીભંગ થયો, એ સાલવારી સાચી છે. સૌથી પહેલાં આ વલભીભંગ છે. આ ઐતિહાસિક વસ્તુ માત્ર જૈન ગ્રંથામાં સુરક્ષિત જળવાઇ રહી છે અને તે ઇતિહાસમાં એક નવા પ્રકરણના ઊમેરો કરે છે. હવે વલભીભંગની ખીજી સાલસાલવારીઆના વિચાર કરીએ.
૨-~~-ખીજા ઉલ્લેખ પ્રમાણે વિ. સં. ૩૭૫માં વલભીભંગ થયે છે. વિ. સ. ૩૭૫ કે વિ. સં. ૪૩૫ આ સાલવારીઆના વીર સ. ૮૪૫ માં સમાવેશ થઈ જાય છે. વીરસવત અને વિક્રમસંવતની વચ્ચેના આંતરામાં જે ૬૦ વર્ષના ફ્ક છે, તેને લીધે જ આ બે સાલવારીએ ઊભી થાય છે. એટલે આ બીજો ઉલ્લેખ પણ ઉપરના જ સૂચક છે.
૩——ત્રીજા ઉલ્લેખ પ્રમાણે પંચવિન્નિવસ્કરે પાઠથી વિ. સ ૩૭૫ માં વલભીભંગ સૂચવ્યે છે, જેના વીર સં. ૮૪૫ વાળી ઘટનામાં સમાવેશ થઈ જાય છે. અહીં કોઈ વિદ્વાન વિ. સં. ૫૭૩ માં વલભીભંગ થયા, એવા અર્થ કરે છે, જે અંજામાં યાતે પતિ: એ ન્યાયે ખરાબર નથી. છતાંય કલ્પના ખાતર અથવા ‘ટોડ રાજસ્થાન” ના ઉલ્લેખ પ્રમાણે આ વર્ષાકને સાચા માનીએ તે એટલું કલ્પી શકાય કે તે અરસામાં ગુપ્તવંશ અને વલભીવંશની રાજ્યક્રાંતિ થઈ હશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org