________________
૩૮૨ જૈન પરંપરાને ઈતિહાસ
પ્રકરણ શકેને લાવી, વલભીને નાશ કરાવ્યું અને પછી સિંધના રણના અવળે રસ્તે લઈ જઈ તે સૈન્યને પણ નાશ કરાવ્યું. શિલાદિત્ય રાજાનું મરણ થયું, અને વીર સંવત ૮૪૫ (વિ૮ સં. ૪૩૫) માં વલભીને વિનાશ થયે આ વર્ણનમાં મૂલ આદ્ય શિલાદિત્ય અને છેલ્લે શિલાદિત્ય એ બન્નેની ઘટનાનું સિશ્રણ છે.
ચીની યાત્રી યુવાનને પિતાના માળવાના પ્રવાસવર્ણનમાં એક પ્રાચીન શિલાદિત્યને નિર્દેશ કર્યો છે અને તેની સંતતિથી વલભીવંશ ચાલ્યાનું સૂચન છે. વર્ણન અસ્પષ્ટ છે તેથી ડે. હાલે આ બાબતમાં કંઈ કંઈ વિચિત્ર કલ્પનાઓ કરી છે. માનવું પડશે કે આ નિર્દેશ વિ. સં ૩૭૫ થી ૪૩૫ માં થયેલ વલભીશાસક શિલાદિત્ય માટે છે, એ નિઃશંક વાત છે. - કર્નલ જેમ્સ ટર્ડ સાહેબના “રાજસ્થાનના ઈતિહાસમાં પણ આ વાતને પુષ્ટ કરનારા છૂટાછવાયા ફકરાઓ મળે છે. જેમકે – કનકસેન રાજા લેહકેટ (શહેર) થી વિ. સં ૨૦૦ માં સૌરાષ્ટ્રમાં આવ્યું હતું અને ત્યાંના પંવાર રાજાને હરાવી સૌરાષ્ટ્રને રાજા બજો હતો. તેણે પ્રથમ વીરનગર વસાવ્યું, તેની ચોથી પેઢીના રાજા વિજયસેને વિજયપુર, વલભીપુર અને વિદર્ભ વસાવ્યાં, જ્યાં આજે ધોળકા, વલભી અને શિહેર વસેલ છે. ઉક્ત વલભીપુરથી મેવાડ રાજવંશની ઉત્પત્તિ થઈ છે, આ વાત મેવાડના એક શિવાલયના શિલાલેખમાં કરેલી મળી આવી છે. આ રાજવંશ વાલકરાજ તરીકે પ્રસિદ્ધ હતો. ઈસ્વીસનની છઠ્ઠી સદીના પ્રારંભમાં વલભી ભાંગ્યું, એટલે ત્યાંના નિવાસીઓએ મારવાડમાં જઈ વાલી, સંદેરી (સાદરી) તથા નાંદેલ વસાવી, ત્યાં વસવાટ કર્યો. ઈસ્વીસનની છઠ્ઠી સદીમાં વલભીમાં જેનધર્મને પ્રચાર હતું અને
ઓગણીસમી સદીના પાછલા ભાગમાં પણ ત્યાં તે પ્રાચીન જેનધર્મ તે જ પ્રકારે ચાલતો જણાય છે. આ સિવાય ખંભાત પાસેનું ગાયની (અને વેરાવલ) પણ તે સમયના વાલાક રાજાઓની હકુમતવાળાં પ્રાચીન નગરે છે.
સૂર્યવંશના કનકસેનથી આઠમી પેઢીએ શિલાદિત્ય નામને
તેની ચોથીને રાજા
ના ધોળકા, વલભીપુર, વલભીપુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org