________________
ત્રેવીસમું ] આ૦ દેવાનંદસૂરિ
૩૮૭ નેની ધારણા છે. એના શબ્દાર્થને વિચાર કરીએ તે શીસેદિઆનું સંસ્કૃતરૂપ રિપિતા –રિવાર થાય. જેમ બ્રાહ્મણે બ્રહ્માજીના મુખમાંથી નીકળ્યા મનાય છે, તેમ શીદિઆ પણ બ્રહ્માજીના મસ્તિષ્કમાંથી નીકળ્યા છે એમ તેના શબ્દાર્થ ઉપરથી તારવી શકાય છે. ઐતિહાસિક ઉલ્લેખ મળે છે કે–વલભીવંશને રાજા શિલાદિત્ય બ્રાહ્મણ સંતાન છે. તેની પરંપરામાં ભટ્ટાર્ક ગુહિલ અને બાપા રાઉલ વગેરે થયા છે અને શીસોદિઆ બાપા રાઉલના વંશજો છે એટલે કે તે બ્રાહ્મણ જ્ઞાતિમાંથી ઊતરી આવેલ રાજવંશ છે. અને તેથી જ શી દિઆ એ તેઓનું સાર્થક નામ છે. શદિઆ તે સાંડેરકગચ્છના ઉપાસક હતા અને રાણા જેત્રસિંહ પછી તપગચછના ઉપાસક બન્યા છે. અમદાવાદના નગરશેઠનું કુટુંબ તે શીદિઆ ઓસવાળ છે, જે આજે પણ તપાગચ્છાધિરાજ પૂ. શ્રીમુલચંદ્રજી ગણુ મહારાજના આજ્ઞાવતી શ્રમણનું ઉપાસક છે.
આ વંશને આદિ પુરુષ બાપા રાઉલ છે. તે મૂળે શિલાદિત્યથી ઊતરી આવેલ ગોહિલવંશને રાજકુમાર હતા. તે ચિતોડના મૌર્ય રાજાને મારી મેવાડને રાજા બન્યું હતું. તેનું આયુષ્ય લગભગ ૧૦૦ વર્ષનું મનાય છે, તેને ઘણું રાણીઓ હતી અને ૧૩૦ પુત્ર થયા હતા, તેને સત્તા સમય માટે સં. ૧૧, સં. ૭૮૪, સં. ૮૧૦, અને સં. ૯૦૧ એમ જુદા જુદા અનેક આંકડાઓ મળે છે. વલભીસંવત, વિક્રમસંવત અને મૌર્ય સંવતના હિસાબે તે આંકડાઓ બરાબર હશે, એમ મનાય છે. બાપાએ મૌર્ય રાજાને મારી ગાદી લીધી એટલે ત્યાં મૌર્યસંવત ચાલે એ સ્વાભાવિક છે અને બાપા પિતે વલભીવંશને છે એટલે વલભીસંવત ચાલે એ પણ સ્વાભાવિક છે.
ટોડ જેમ્સ સાહેબ ગુ. સં. ૧૯૧ માં બાપાને માને છે, મેવાડની શદિઆની વંશાવલીઓમાં તે બાપા રાઉલને ગુહિલના પિતા તરીકે વર્ણવ્યો છે. વલભીવંશના રાજાએ ગુપ્ત સં. ૩૭૦ થી ૪૭૦ સુધીનાં તામ્રપત્રમાં બાપાને પૂજ્ય તરીકે અથવા ગોત્રજ તરીકે યાદ કરે છે. ગૌ. હી. ઓઝા શી દિઆની વંશાવલીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org