________________
વીસમું ]
આ માનતુંગરિ ૧. આ મહાગિરિજીના પ્રશિષ્ય અને આ બહલના શિષ્ય વાચનાચાર્ય સ્વાતિસૂરિ વીર વિ. સં. ૩૩૫ લગભગમાં થયા છે. પન્નવણસૂત્રના રચયિતા પહેલા કાલિકાચાર્ય તેમની પછીના જ વાચનાચાર્ય છે. આ સ્વાતિસૂરિ વાચનાચાર્ય છે કિન્તુ તે ઉચ્ચાનાગર શાખાના નથી. તેઓ પહેલા સ્વાતિસૂરિ છે.
૨. ઉનાગર શાખાના આ૦ શેષનંદિના શિષ્ય વાચક ઉમાસ્વાતિજ, જેઓ પૂર્વધર હતા તેઓ વિ. સં. ૩૬૦ લગભગમાં થયા છે. તેમણે “તત્વાર્થસૂત્ર વગેરેની રચના કરી છે.
૩. આ૦ શ્રીજિનભદ્રગણી ક્ષમાશ્રમણ પછી યુગપ્રધાન ઉમાસ્વાતિ થયા છે, જેમનો યુગપ્રધાનકાળ વીર સં. ૧૧૧૫ થી ૧૧૯૦ છે. એટલે કે તેઓ વિકમની આઠમી સદીના પહેલા ત્રણ ચરણના યુગપ્રધાન છે. તેઓ “તત્વાર્થસૂત્રના રચયિતા નથી કેમકે તત્વાર્થસૂત્ર અને તે પરની ટીકાઓ આ સમય પૂર્વે બની ચૂક્યાં હતાં.
આ ત્રણ આચાર્યો પૈકીના આ૦ શેષનંદિ શમણના પટ્ટધર વા. ઉમાસ્વાતિજી વિ. સં. ૩૬૦ લગભગમાં થયા છે અને તેઓ જ એ મહાન ગ્રંથના વિધાતા છે.
કસ. આ. હેમચંદ્રસૂરિજી “સિદ્ધહેમ વ્યાકરણ- લધુવૃતિ’ (અ) ૨; પાત્ર ૨, સૂ૦ ૩૯)માં ૩પમrદ્યાસં સંglહતા : લખી વાચક ઉમાસ્વાતિજીને સમર્થ સંગ્રહકાર તરીકે અંજલિ આપે છે.
વાચક ઉમાસ્વાતિજીએ ૫૦૦ ગ્રંથ બનાવ્યા છે. આ વાદિદેવસૂરિએ પ્રમાણુનયતત્ત્વાકાલંકાર” (પરિ૦૧, સૂ૦૩)ની
પગ્ર ટીકા “સ્યાદ્વાદરત્નાકરમાં અને આ જિનદત્તસૂરિએ ગણધરસાર્ધશતકની ગા. ૫૦માં વાચકજીને ૫૦૦ ગ્રંથના પ્રણેતા તરીકે ઓળખાવ્યા છે. તેમની ગ્રંથષ્ટિમાંથી આજે નીચે પ્રમાણે ગ્રંથે મળે છે.
૧. તત્વાર્થસૂત્ર મૂળા-ગ્રં૧૯૮ ૪. જમ્બુદ્વીપસમાસ. ૨. તત્ત્વાર્થ ભાષ્ય ગ્રં ૨૨૦૦ ૫. ક્ષેત્રસમાસ. ૩. પ્રશમરતિપ્રકરણ-લે. ૩૧૪ ૬. શ્રાવકપ્રજ્ઞપ્તિ.
૭. પૂજા પ્રકરણો . ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org