________________
૩૭૫
તેવીસમું )
આ દેવાનંદસૂરિ श्रीवीरवत्सरादथ शताष्टके चतुरशीतिसंयुक्ते । जिग्ये च मल्लबादी बौद्धांस्तद्व्यन्तरांश्चापि ॥
આ૦ મન્નુવાદીજીએ વીર સં. ૮૮૪માં (વિ. સં. ૪૧૪)માં બૌદ્ધ સાધુ અને બૌદ્ધ વ્યંતરને જીત્યા.
અભવદેવસૂરિ પ્રબંધમાં લખ્યું છે કે, થામણમાં મદ્વવાદી ગચ્છની ગાદી હતી.
“પ્રભાવક્યરિત્રમાં મહ્રવાદીજીનું ચરિત્રાલેખન ઉપર પ્રમાણે છે. “પ્રબંધચિંતામણિમાં આ ઘટના ત્રણ પ્રબંધમાં આપી છે, જેને સાર નીચે પ્રમાણે છે:
ખેડાના બ્રાહ્મણ દેવદિત્યની વિધવા પુત્રીએ એક બાળકને જન્મ આપે. આ બાળક શિલાદિત્ય નામથી વલભીનો રાજા થયે. તે જૈન મુનિઓના સહવાસથી જેન બન્યું અને તેણે મહાતીર્થ શત્રુંજયનો જીર્ણોદ્ધાર કરાવ્યું. એકવાર તેની સભામાં જેનો અને બૌદ્ધો વચ્ચે વાદ થયે, તેમાં જેનો હાર્યા એટલે રાજાએ જેનોને દેશવટે આપ્યું. રાજાના ભાણેજ મદ્રુમુનિ વલભીમાં જ હતા, પણ બૌદ્ધોએ તેને ના સમજી તેની ઉપેક્ષા કરી અને શત્રુંજય તીર્થને બૌદ્ધતીર્થ બનાવી દીધું. મદ્રુમુનિ ક્ષત્રિય હતા, તેમણે પિતાના ધર્મનો પરાભવ ખૂંચતું હતું એટલે તે ગ્ય સમયની રાહ જોવા લાગ્યા અને બૌદ્ધો પાસે જ ભણવા લાગ્યા. એક રાત્રે સરસ્વતીએ એ બાળમુનિને પૂછ્યું કે, મીઠું શું? મુનિએ તરત જ ઉત્તર આપ્યું કે, વાલ, છ મહિના પછી સરસ્વતીએ ફરી પૂછ્યું કે, શેની સાથે? મુનિએ ઉત્તર વાળે કે, ઘી સાથે. બસ ! સરસ્વતીએ એની આ સાવધાનતા અને હાજરજવાબથી પ્રસન્ન થઈ વર માગવા કહ્યું. મલ્લમુનિએ એટલું જ માગ્યું કે, મને એક તર્કવિદ્યા આપે કે જેના જોરે બૌદ્ધોને હરાવું. સરસ્વતીએ તેને નયચક ગ્રંથ આપે, મલ્લમુનિએ તેનું અધ્યયન કરી શિલાદિત્યની સભામાં જ બૌદ્ધોને જીતી વાદીનું બિરુદ મેળવ્યું. આ તરફ રાજાએ બૌદ્ધોને દેશવટે આપે, જૈનાચાર્યોને બોલાવી સન્માન્યા અને મલવાદીને સૂરિપદથી અલંકૃત કર્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org