________________
૩૭૭
તેવીશમું]
આ દેવાનંદસૂરિ નિયમવાળી કારિકાના વિવરણરૂપે ગદ્ય-પદ્ય સંસ્કૃતમાં “નયચક નામને વિશાલ ગ્રંથ બનાવ્યું છે. “નયચકશાસ્ત્ર ૧૩ ભાગમાં વહેંચાયેલું છે. શરૂઆતના ૧૨ ભાગમાં વિધિનિયમથી ઉત્પન્ન થતા ૧૨ નનું વર્ણન છે, જે આ શાસ્ત્રના ૧૨ આરારૂપે છે, અને એ જ કારણે આ શાસ્ત્રનું મેટું નામ “ દ્વાદશારાયચક” પણ છે. ૧૩ મા ભાગમાં ૧૨ નનું સંયેજન છે. તેથી આ ૧૩ મા ભાગનું નામ “સ્યાદવાદતુંબ” છે. જૈન સાહિત્યમાં ૭૦૦ નાના સંગ્રહવાળું સપ્તશતારચક્ર હતું, તેમ આ ૧૨ નયના સંગ્રહવાળું દ્વાદશારાયચક છે. આમાં પ્રસિદ્ધ ૭ નાનું અને દ્રવ્યાસ્તિક-પર્યાયાસ્તિક વગેરે તેનું વ્યવસ્થિત વર્ણન છે. નયચકમાં પ્રાચીન દર્શનોનું પિતાના સમય સુધીનાં મતોનું તલસ્પર્શી સ્વરૂપ વર્ણવી તેની માર્મિક સમાચના કરી છે. વિ. સં. ૪૦૦ સુધીના બૌદ્ધ વિદ્વાને પૈકીના સ્થ. વસુમતિ, સ્થ. વસુબધુ, તેના શિષ્ય દિનાગ, સ્વ. આર્યદેવ, સ્થ. વસુરાતનો શિષ્ય પ્રથમ ભર્તુહરિ વગેરેના વાદનું અકાટય યુક્તિઓથી ખંડન કર્યું છે. આ ગ્રંથ આ૦ શાંતિસૂરિ, મલધારી આ૦ હેમચંદ્રસૂરિ અને કટ સત્ર હેમચંદ્રસૂરિના ગુરુભ્રાતા આ પ્રદ્યુમ્નસૂરિના પટ્ટધર આવે ચંદ્રસેનસૂરિના સમય સુધી વિદ્યમાન હતું, ત્યાર પછી અને સં. ૧૩૩૪ પહેલાં તે નાશ પામ્યો છે. એટલે આ ગ્રંથ સળંગ મળતું નથી કિન્તુ તેની આ૦ સિંહસૂરગણિ વાદી ક્ષમાશ્રમણે કરેલ નયચકવાલ અપરનામ “ન્યાયાગમાનુસારિ” નામની ૧૮૦૦૦ શ્લેકપ્રમાણ સંસ્કૃત ચૂર્ણ —ટીકા મળે છે અને વિકમની સત્તરમી સદીમાં મહેર યશવિજય મહારાજે તેને આદર્શ પાઠ તૈયાર કરેલ છે, તે મળે છે. તે પરથી આ ગ્રંથની મહત્તા અને ગ્રંથ નિર્માતાની વાદશક્તિનો વિશદ ખ્યાલ આવે તેમ છે. એટલે કે આવા ગ્રંથકાર આ૦ મલવાદી બૌદ્ધોને પરાસ્ત કરે એ સહજ વાત છે.
આ હરિભદ્રસૂરિજીએ આ મલવાદીજીને “અનેકાંતજયપતાકા’માં ઉલ્લેખ્યા છે. કસઆ હેમચંદ્રસૂરિએ “સિદ્ધહેમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org