________________
૩૭૮
જૈન પરંપરાને ઇતિહાસ [પ્રકરણ અવ ૨, પાદ–૨, સૂ. ૩૯ ૩ઝડપેનની ટકામાં અનુમારિને તાકિદા: લખી આ આચાર્યને તાર્કિકશિરોમણિ તરીકે વર્ણવ્યા છે.
આ મલ્લુવાદીજીના સત્તા સમય માટે વિ. સં. ૩૭૫ માં વલભીભંગ અને વિ. સં. ૪૧૪ બૌદ્ધોનો પરાજય એમ બે
' ,
'
'
?)
સાલવારી મળે છે.
- જો કે બૌદ્ધોને પરાજય પહેલાં થયે છે અને પછી વલભીભંગ થયે છે. એટલે ઉપલક દ્રષ્ટિએ જોતાં આ સાલના આંકડાઓમાં વિસંવાદ માલમ પડે છે કિતુ તે વિક્રમ સંવતના નિર્ણયમાં આવી પડતા ૬૦ વર્ષના ફરકને આભારી છે. વિ. સં ૩૭૫ થી વીર વિ. સં. ૮૪૫ લેવાય છે. પરંતુ ૧૧ વર્ષે વિક્રમ સંવત શરૂ થાય, એ લેખે તે તે સાલ વિ. સં. ૪૩પ બની જાય છે અને આ સાલમાં વલભીનો ભંગ થયે એ અિતિહાસિક સત્ય બને છે. તે પહેલાં વીર સં. ૮૩૦ થી ૮૪૦ સુધીમાં પ્રસિદ્ધ ચેથી આગમવાચના થઈ, અને તે પહેલાં વિ. સં. ૪૧૪ માં આ૦ મહૂવાદીજીએ બૌદ્ધને હરાવ્યા. એ રીતે ઉપરની સાલવારી બરાબર મળી રહે છે.
અહીં ગરબડ એ છે કે વિ. સં. ૩૭૫ માં અને વીર નિ. સં. ૮૮૪ માં અનુક્રમે સાઠ સાઠ વર્ષની વધ અને ઘટ કરવાથી જ આ સાલવારી બંધબેસતી થાય છે.
અહીં બીજી પણ એક કપના થાય છે કે ગાથામાં બતાવેલ વિરસંવત ૮૮૪ તે બૌદ્ધવિજેતા આ૦ મલવાદીની સ્વર્ગગમનની સાલ હશે, તેને પણ સાથે જોડીએ તે વીર સં. ૮૨૪ વિ. સં. ૪૧૪માં બૌદ્ધોને પરાજય, વીર સં. ૮૩૦થી વી. સં. ૮૪૦માં ચેથી આગમવાચના, વીર સં. ૮૪૫માં વલભીભંગ અને વીર સં. ૮૮૪માં આ મદ્વવાદીને સ્વર્ગવાસ એમ વર્ષાનુક્રમ આવે છે.
ગમે તેમ છે, પણ આ મલ્વવાદી વિકમની ચોથી-પાંચમી સદીના આચાર્ય છે. તે પૂર્વધરનો કાળ હિતે, માંત્રિક યુગ હતે. એટલે તેઓના ચરિત્રમાં વર્ણવેલી દૈવી ઘટનાઓ તે સમયને બંધ
* ગુપ્તસંવત; ૧ ગુમ સંવત, ૨ વિક્રમ સંવત અને ૩ વલભીસંવત એ ત્રણે સ્થાને વપરાય છે એવાં પ્રમાણ મળે છે. જેમકે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org