________________
૩૭૬
જૈન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ નવાંગીવૃત્તિકાર આ સૂરિએ પ્રકટ કરેલ શ્રીસ્તંભનકતીર્થની સારસંભાળ થામણુના મલ્લવાદી સંઘને આધીન હતી. છે ત્યાર બાદ રંક વાણિયાએ રાજા સાથે કાંસકી બાબત ખટપટ થવાથી વિ. સં. ૩૭પ માં શેકેને લાવી વલભીનો નાશ કરાવ્યું, જેમાં રાજા શિલાદિત્યને ઘેડે બેકાબુ થઈ જવાથી પિતાને સંભાળી શક્યો નહીં, અને શકના હાથે માર્યો ગયે. આ સમયે વલભીની જિનપ્રતિમાઓને તથા શાસન દેવદેવીઓને પ્રભાસપાટણ, શ્રીમાળનગર અને જુદે જુદે સ્થાને મેકલી દીધી હતી. આ૦ વર્ધમાનસૂરિ પણ પિતાના શિષ્ય પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા હતા. : “ચતુર્વિશતિપ્રબંધના “મલ્લવાદી પ્રબંધમાં “પ્રબંધચિંતમણિના કથનને જ વિસ્તાર છે. વિશેષતા એટલી જ છે કે શિલાદિત્યની માતાનું નામ સુભગ હતું. મલ્લમુનિ શિલાદિત્યના ભાણેજ હતા, ભરૂચના રાજાના પુત્ર હતા. વિ. સં. પ૭૨ (૩૭૫) માં વલભીનગરનો પ્રથમ ભંગ થયે. આ મલ્વવાદી ત્યાંથી વિહાર કરી પંચાસર ગયા. આ આચાર્ય નાગેન્દ્રગરછના છે. પંચાસર, પાટણ અને સ્તંભનક તીર્થ વગેરે ધર્મસ્થાને આ ગચ્છને આધીન હતાં.
ઉક્ત ચરિત્રો અને બીજા ઐતિહાસિક સાધનનું એકીકરણ કરીએ તે તેમાંથી ત્રણ મવાદી આચાર્યો મળી આવે છે, જે જુદા જુદા નીચે પ્રમાણે છે. - ૧. પહેલા મલ્લાદી–આ. મદ્વવાદિસૂરિ મહાવાદી એ તે તેમના ગ્રંથથી નકકી થાય છે. તેમણે શાસ્ત્રાર્થ કરી બૌદ્ધોને હરાવ્યા, જેન તીર્થ પાછું વાળ્યું, જૈન શાસનની રક્ષા કરી અને નયચક, પદ્મચરિત્ર અને સમ્મતિટીકાની રચના કરી છે. તેમણે આ૦ સિદ્ધસેન દિવાકરના “સમ્મતિતર્ક પર તર્કપૂર્ણ ટીકા બનાવી હતી, જે આજે મળતી નથી પણ તેનાં અવતરણે “અનેકાંત જય, પતાકા વગેરેમાં ઉપલબ્ધ થાય છે. વળી, સૂરિજીએ ઉક્ત વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org