________________
૩૬૪ જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ શ્રમણ, વિદ્યાગુરુના ગુરુ મહાવાચક મુંડાદ શ્રમણ અને વિદ્યાગુરુ વાઆ મૂલ વગેરેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે અને એ રીતે પિતાના ગણધરવંશને તથા વાચકવંશને પણ સ્પષ્ટ કરેલ છે. તેઓ પૂર્વધર હતા એ વાત અનેક પ્રમાણેથી નક્કી થાય છે. જેમકે –
૧. પૂર્વધની ઓળખાણ માટે વાદી, ક્ષમાશ્રમણ, દિવાકર અને વાચક શબ્દો વપરાતા હતા. આ રીતે આ૦ ઘોષનંદિશમણ પૂર્વધર નથી પણ વાચક ઉમાસ્વાતિ વાચક–પૂર્વધર છે.
૨. પિતાના ગુરુજી પાસે ૧૧ અંગ ભણે વાચનાચાર્ય મૂળ પાસે પૂર્વનું ચુત ભયા, તેથી તેઓ પૂર્વધર બન્યા છે.
૩. નગરતાલના દિગમ્બરીય શિલાલેખમાં મુનીશ્વર ઉમાસ્વાતિજને “શ્રુતકેવલિદેશીય” તરીકે ઉલ્લેખ્યા છે જે તેમના પૂર્વધરપણાની સાક્ષી પૂરે છે.
૪. તેમને સમય વીરનિર્વાણ સં. ૭૭૦ મળે છે, જે પૂર્વધને યુગ છે, અને સ્વયં ઉમાસ્વાતિજી પિતાને “ઉ” નાગર વાચક તરીકે ઓળખાવે છે. આ રીતે પણ તેઓ પૂર્વધર હેવાનું નક્કી થાય છે. તેઓ પિતાને સત્તા સમય માટે કંઈ પણ ઉલ્લેખ કરતા નથી, તેમ વેતાંબર સાહિત્યમાં પણ તેમને સમય નિર્દેશ મળતું નથી. કિન્તુ ઉચ્ચાનાગર શાખાની ઉત્પત્તિ વિક્રમની પહેલી સદીમાં થયેલ છે અને પૂર્વધરને કાળ વિસં. ૧૯૦ સુધીનો છે. એટલે તે દરમ્યાન વાચકજી થયા છે; એમ અનુમાન કરી શકાય છે પણ સ્પષ્ટ નિર્ણય મળતું નથી. - દિગમ્બર સાહિત્ય (વિદ્વજનબેધક )માં તેને સમય વીર સં. ૭૭૦ એટલે વિ. સં. ૩૬૦ બતાવેલ છે. લખ્યું છે કે– - वर्षे सप्तशते चैव, सप्तत्या च विस्मृतौ । उमास्वातिमुनितिः, कुन्दकुन्दम्तथैव च ॥१॥
એટલે કે આ૦ ઉમાસ્વાતિ અને આ. કુન્દકુન્દ ૭૭૦ માં થયા છે.
કે ઈતિહાસમાં સ્વાતિ નામના ત્રણ આચાર્ય મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org