________________
૩૫૫
અઢારમું ]
આ પ્રદ્યોતનસૂરિ મહાક્ષત્રપ રુદ્રદામા પછી તેને પુત્ર દામઝદ રાજા થયે, જેને સત્તાસમય શક સં. ૯૦ વિ. સં. ૨૨૫ લગભગ છે. પછી જીવદામા રાજા થયે, જેણે થોડાં વર્ષ રાજ્ય કર્યું છે. ત્યારપછી રુદ્રદામાનો બીજો પુત્ર રુદ્રસિંહ (પહેલો) રાજા થયે, જેના શિક સં. ૧૦૨ થી ૧૧૮ સુધીના સિક્કાઓ અને શિલાલેખ મળે છે. પછી તેનો પુત્ર સકસેન (પહેલા) ગુજરાત રાજા થયે, જેના શક સં. ૧૨૫ થી ૧૪૦ સુધીના સિકકાઓ તથા શાકે ૧૨૨ અને ૧૨૬ના શિલાલેખે મળે છે. શિલાલેખમાં આ દરેક રાજાઓને સ્વામી અને ભદ્રમુખ તરીકે ઓળખાવેલા છે.
વસ્તુત: આ શકોને અહીં આવે કાલકસૂરિ લાવેલ હેવાથી શકે તેમને પિતાના ગુરુ માનતા હતા. એટલે તે શકે જેન હતા. તેઓએ જેનધર્મ પાળીને પિતાના જીવનને એવું ઉચ્ચ અહિંસક અને સમભાવી બનાવ્યું હતું કે તેઓ ચેડાં વર્ષમાં હિન્દુઓ સાથે ભળી ગયા, રેટી બેટીના વ્યવહારથી જોડાઈ ગયા અને સમય જતાં હિંદુ જ બની ગયા. પાશ્ચાત્ય વિદ્વાનો પણ મહાક્ષત્રને જેનધમી માને છે.
* અધ્યાપક ડોલરરાય રંગીલદાસ માંકડ “પશ્ચિમી ક્ષત્ર”માં લખે છે કે......
કાલકાચાર્ય શકને ઈરાનમાંથી લાવ્યા હતા એમ જેન ગ્રંથોમાં સ્પષ્ટ છે. ઈરાન એટલે તળ ઈરાન નહિ પણ ઈરાની શકસ્થાન. હવે નહપાનાદિ પશ્ચિમી ક્ષેત્ર પણ મૂળ ઈરાન હતા એમ માનવાને નીચે મુજબ કારણે છે. (પૃ: ૫૫)
પાછળ આપણે જેશું કે શરૂઆતના ક્ષત્રપ જેનધમ હતા. જે તેઓ કાલકાચાર્ય સાથે હિંદમાં આવ્યા હોય તો તેમણે શરૂઆતમાં જૈનધર્મ અપનાવ્યો હોય તે બને તેવું છે.
આ બધાં કારણોને લીધે હું એમ માનું છું કે જે શકે કાલકાચાર્ય સાથે પશ્ચિમ હિંદમાં આવ્યા હતા તે શકે અને જેને આપણે ઈતિહાસમાં પશ્ચિમી ક્ષત્રપ કહીએ છીએ તે એક જ હતા ટૂંકામાં પશ્ચિમી ક્ષત્રપોને હિન્દમાં લાવનાર કાલકાચાર્ય હતા. અને તેમનો હિન્દમાં આવવાનો માર્ગ સિંધ, કચ્છ અને કાઠિયાવાડ એમ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org