________________
३०४ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ - આ રક્ષિતરિએ ગંભીર વિચાર કર્યો, સમકાલીન પ્રભાવક આચાર્યોની સમ્મતિ લીધી. દરેક સૂત્રપાઠનો એકેક પ્રધાન અર્થ કાયમ રાખી ગૌણ અર્થોને જતા કર્યા અને એ રીતે દરેક આગને ચાર અનુગમાં વહેંચી નાખ્યા. તે આ પ્રમાણે
૧. દ્રવ્યાનુયોગ–દષ્ટિવાદ ૨. ચરણુકરણનુગ–૧૧ અંગે, છેદ સૂત્રે, મહા
કલ્પ, ઉપાંગે, મૂળસૂત્ર, ( ૩ ગણિતાનુયોગ-સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ,
૪. ધર્મકથાનુયોગ–ઋષિભાષિત, ઉત્તરાધ્યયન,
આ રક્ષિતસૂરિએ વીર સં. ૫૯૨ લગભગમાં આ અનુયાગો જુદા પાડયા છે અને આગમોને ચિરંજીવ બનાવ્યા છે. આજે આ અનુગ પ્રમાણે જ આગનું અધ્યયન, અધ્યાપન થાય છે.
આવનાગેન્દ્ર વગેરે શેડા વર્ષોમાં જ આગમના પરગામી બન્યા. ચાર કુલેની વાર્તા
ઉપકેશગની પટ્ટાવલીમાં ઉલ્લેખ છે કે, શ્રમણુસંધ, સમેલન કરી ચાર કુની સ્થાપના કરવામાં આવી, આ યક્ષદેવસૂરિએ આ કાર્યને સફળ બનાવવા ઘણે પ્રયાસ કર્યો હતો અને તેઓ પોતે આ૦ ઠક્કસૂરિ અને આ૦ ઉદયવધન વગેરે ચંદ્રકુળમાં દાખલ થયા હતા. આ ઉલેખ ઉપરથી સમજી શકાય છે કે, બાર દુકાળમાં ઘણું આચાએ કાલધર્મ પામ્યા પછી આ૦ નંદિતસૂરિ તથા આ૦ રક્ષિતસૂરિ પણ વર્ગવાસી બન્યા, એટલે શ્રમણ સંઘને મજબૂત કરવાની અગત્યતા ઊભી થઈ હતી. આ૦ વસેને દરેક ગચ્છના મુનિઓને એકત્રિત કરી નાગેન્દ્ર વગેરે કુલેની સ્થાપના કરી હતી. આ સમયે બીજા મુનિઓ પણ આ ચારે કુલેમાં જ ભળી ગયા હતા. આપણે ઉપર
+ દિગમ્બર ઈતિહાસ પણ કહે છે કે, આ અહંબલીએ આગમનું ચાર અનુયોગોમાં વિભાજન કર્યું. આ અહંબલી એ ગુણસૂચક નામ છે. સંભવ છે કે, આ૦ રક્ષિત કે આ દુબલિકાપુષ્ય મિત્ર એનું બીજું નામ હશે.
Jain Education International
For.Private & Personal Use Only
www.jainelibrary.org