________________
ચૌદમું] આ૦ શ્રીવાસેનસૂરિ
૩૧૧ શરીર ઠીક દેખાવા લાગ્યું. પછી તે મુનિજી કુટુમ્બીઓને પ્રતિબધી ગુરુજી પાસે આવી ગયા.
આચાર્યશ્રીએ તેમને પિતાની પાટે સ્થાપ્યા. પિતાના બીજા શિષ્યોને બોલાવી જણાવ્યું કે, ઘડામાં ઘી નાખી પાછું કાઢીએ તે તે કંઈક ઘડામાં ચોંટી રહે છે એમ હું આર્યરક્ષિતથી સંલગ્ન છે માટે તેમને મારી પાટ આપતું નથી, ઘડામાં અડદ ભરી તેને ઠાલવીએ તે બધાય અડદ બહાર નીકળી જાય છે, તેમાં ચેટી રહેતા નથી તેમ હું આર્ય દુર્બલિકાપુષમિત્રથી નિલે ૫ છું અને તે પણ સૂરિપદને યોગ્ય છે માટે હું તેને સૂરિપદ આપું છું. વળી, દુર્બલિકા પુષ્પમિત્રને પણ કહ્યું કે, તમે દરેકની સાથે મારી જે વ્યવહાર રાખજે. આ પ્રમાણે કહી તેમને આચાર્ય બનાવ્યા. આ આચાર્ય પૂર્વધર અને તે સમયના યુગપ્રધાન છે.
આર્યગુરક્ષિત-મહાજ્ઞાની પૂર્વધર હતા. વિંધ્યમુનિ-તે મહાજ્ઞાની પૂર્વધર હતા.
ગેષ્ઠામહિલ–તે મહાજ્ઞાની પૂર્વધર હતા. તેણે મથુરામાં નાસ્તિકવાદીને હરાવ્યા હતા, પરંતુ પાછળથી તે પોતે જ નિહંવ થયા છે.
ધૃતપુષ્યમિત્ર–તેઓ મુનિઓના ભક્તિ માટે લધિથી ઘી વહોરી લાવતા હતા.
વસ્ત્રપુષ્યમિત્ર-તેઓ લબ્ધિથી વસ્ત્ર વહેરી લાવતા.
ચાર અનુયેગ-આ શ્રીરક્ષિતસૂરિજીએ પડતે કાળ, સંહનનની મંદતા અને બુદ્ધિને હાર વગેરે વિચારી શિષ્યની વિનતિથી ચાર અનુગ જુદા પાડી આગમને ચારે અનુગમાં વહેંચી નાખ્યા, જે આજે પણ જુદા જ છે. તેમણે અનુયાગ કર્યા ત્યારે કાલિકશ્રતમાં પોતાના સમય સુધીની પ્રસિદ્ધ ઐતિહાસિક ઘટનાઓ અને મતમતાંતરને દાખલ કર્યા છે, પાછળથી તેમના શિષ્યોએ તેમની પ્રશંસાના પાઠ પણ તેમાં જોડી દીધા છે. જેમકે
"जावंत अजवारा, अपुहुत्तं कालिआणुओगस्स। तेणारेण पुहुत्तं, कालिअसूइ दिट्टियाए अ॥७६३॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org