________________
૩૦૫
ચૌદમું ]
આ શ્રીવાસેનસૂરિ જેઈ ગયા કે, ઉપકેશગ૭ ચંદ્ર કુળમાં સામેલ થયા હતે, આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, પાંડિલ્યગ૭ ચંકુલમાં દાખલ મનાય છે, દિગમ્બર શિલાલેખે કહે છે કે, આ ચંદ્રસૂરિથી શુદ્ધ મુનિવંશ ચાલે છે. એટલે આ કૃષ્ણ અને શિવભૂતિ ચંદ્રગચ્છમાં દાખલ હતા. જેસલમેરમાં પંચતીથીનો લેખ છે કે, સિદ્ધસેનદિવાકરગચ્છ નાગૅદ્રકુલનું અંગ છે. એમ દરેક મુનિએ ચારે કુળમાં જોડાઈ ગયા હતા. આ ઘટના વીર સં. ૬૦૬ લગભગમાં બનેલ છે. સમય જતાં આ ચાર કુલ ગરૂપે પણ જાહેર થયા છે. આ ચારે કુલોને ડેએક પરિચય નીચે આપીએ છીએ.
૧. નાગૅકકુલ-આઇ નાગેંદ્રસૂરિ આ નંદિતસૂરિ પછી રચનાચાર્ય બન્યા છે (પરિચય માટે જુઓ પૃ. ૧૮૪) તેમનાથી નાગૅદ્રકુળ નીકળ્યું. નાઈલીશાખા અને નાગંગ એ તેનાં બીજાં નામે છે. આ ગરછમાં વલભીની વાચના કરનાર આ૦ નાગાર્જુન આભૂતદિન, આ રાહુલ, તેમના શિષ્ય “પઉમચરિયકાર આ વિમલ, (સં. ૫૩૦) ગૂર્જરેશ્વર વનરાજ ચાવડાના ગુરુ આશીલગુણસૂરિ, આવેદેવેંદ્રસૂરિ, શીશીલરુદ્રગણ (શાકે ૯૧૦), પાચિલગણિ– (શાકે (૧૦) મહામાત્ય વસ્તુપાલના ગુરુ આ૦ વિજયસેન સ્યાદ્વાદમંજરી'કાર આ૦ મલિષેણસૂરિ વગેરે અનેક થયા છે.
૨. ચંદ્રકુલ–આ. ચંદ્રસૂરિથી ચંકુલ નીકળ્યું, જેમાં વાદિવેતાલ આ૦ શાંતિસૂરિ, નવાંગીવૃત્તિકાર આ અભયદેવસૂરિ, “વાદમહાર્ણવકાર આ અભયદેવસૂરિ વગેરે ઘણા આચાર્યો થયા છે. વિદ્યમાન દરેક ગઓ પણ ચંદ્રકુલની જ પરંપરાના છે.
નિવૃત્તિ કુલ-આ કુળમાં “પુસિચયિકાર આવિમલમતિ, આવ્યર્ષિ, સુરાચાર્ય, આ સિદ્ધર્ષિ, આશીવાંકરિ અને ‘સમરસરકાર આ૦ અંબદેવ વગેરે થયા છે.
૪. વિદ્યાધરકુલ–આ. વિદ્યાધરથી આ કુળ નીકળ્યું, જેમાં આપાદલિપ્તસૂરિ, આ નાગહસ્તિ, આ કાલક, આ હવાદિષ્ટ, આસિદ્ધસેન દિવાકર વગેરે થયા એમ “પ્રભાવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org