________________
આમું] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૮૧ વિ. સં. ૩૦૦માં દીક્ષા, વી. સં. ૩૩૫માં યુગપ્રધાનપર, અને વી. સં. ૩૭૬માં સવર્ગગમન થયાં છે. તેઓ તે સમયના દ્રવ્યાનુયેલના પ્રકાંડ જ્ઞાતા હતા.
એકવાર ભગવાન સીમંધરસ્વામી નિગોદની વ્યાખ્યા કરતા હતા, તે સાંભળી સૌધર્મેન્દ્ર ભગવાનને પ્રશ્ન કર્યો કે, “ભગવાન ! આજે ભરતક્ષેત્રમાં નિગોદનું આવું વર્ણન કરી શકે તે કોઈ શ્રુતજ્ઞાની વિદ્યમાન છે?” ભગવાને ઉત્તર આપ્યો કે “હા, આ શ્યામસૂરિ ભરતક્ષેત્રના આચાર્યું છે, જે એ શ્રુતના બળે નિગોદનું યથાર્થ સ્વરૂપ બતાવી શકે છે.” આ સાંભળી સૌધર્મેન્દ્ર આ૦ શ્યામાચાર્ય પાસે આવ્યા. તેમણે નિમેદનું સ્વરૂપ પૂછી તેમના શ્રીમુખથી હૂબહુ વર્ણન સાંભળી તે પૂબ ખુશી થયે અને પોતે આવ્યું હતું તેની એંધાણી તરીકે ઉપાશ્રયને દરવાજે બદલી દેવલોકમાં ચાલ્યો ગયો એટલે કે તીર્થકર ભગવાન પણ સાક્ષી પૂરે અને સૌધર્મપતિ દેવેન્દ્ર પણ જેના જ્ઞાનની પ્રશંસા કરે, એવા પ્રખર જ્ઞાની તેઓ હતા. તેમણે પિતાના જ્ઞાનના વારસારૂપે ‘શ્રીપનાવણાસૂત્ર' (પ્રજ્ઞાપના)ની રચના કરી છે, જે આગમ દ્રવ્યાનુયોગના ખજાના રૂપ વિદ્યમાન છે.
પન્નવણાસૂત્રમાં ૩૬ પદો છે. ૭૭૮૭ કલેકપ્રમાણુ ગ્રંથપૂર છે. મોટે ભાગ ગદ્યમાં છે અને પ્રતિપાદક વિષયે ગણુધર શ્રીગૌતમસ્વામીને પ્રશ્ન અને ભગવાન શ્રી મહાવીરને ઉત્તર એવી પ્રનેત્તરશેલીથી ગૂંચ્યા છે. આજે આ સૂત્ર ચેથા ઉપાંગરૂપે મનાય છે, જેનાં ૩૬ પદે આ પ્રમાણે છે
૧ પ્રજ્ઞાપના, ૨ સ્થાન, ૩ અ૨બહુવ, ૪ આયુષ્ય, ૫ પર્યાય, ૬ ઉપપાત, ૭ શ્વાસોચ્છાસ, ૮ સંજ્ઞાઓ, ૯ ઉત્પત્તિસ્થાન, ૧૦ ચરમ, ૧૧ ભાષા, ૧૨ પાંચ શરીર, ૧૩ પરિણામ, ૧૪ કષાય, ૧૫ પાંચ ઈન્દ્રિય, ૧૬ પ્રાગ, ૧૭ છે વેશ્યા, ૧૮ કાયસ્થિતિ, ૧૯ સમ્યકત્વ, ૨૦ અંતક્રિયા, ૨૧ દેહમાન, રર ક્રિયા, ૨૩ થી ૨૭ કમવિચાર, ૨૮ આહાર, ૨૯ ઉપગ, ૩૦ જેવાને વિચાર, ૩૧ સંશભેદે, ૩૨ સંયમ, ૩૩ અવધિ ૩૪ દેવદાંપત્ય, ૩૫ વેદના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org