________________
આઠમું ] આર્ય મહાભિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૮૫ સુકાળની ભવિષ્યવાણી કહી બચાવી લીધું હતું અને પછી એ કુટુંબના શેઠ જિનદત, શેઠાણ ઈશ્વરી, તેમના પુત્રો નાગ, ચંદ્ર, નિવૃત્તિ અને વિદ્યાધર એ દરેકને તીક્ષા આપી હતી. તે પૈકીના ચારે પુત્રો આગમનો અભ્યાસ કરી આચાર્ય થયા હતા અને તે દરેકના નામથી જુદો જુદો ગણ નીકળે છે. આ. નાગરિ તે આ. નાગિલ, આ. નાગે કે આ. નાગહસ્તિ: એમ અનેક નામે વિખ્યાત છે. તેમનાથી નાગૅદ્રકુલ, નાઈલીશાખા અને નાગૅદ્ર ગ૭ નીકળ્યા છે. નાગેંગ૭માં મહાકાભાવિક આચાર્યો થયા છે.
આર્ય નંદિલસૂરિ એ સમર્થ વાચનાચાર્ય થયા છે. તેઓ વ્યાકરણ, ગણિત, ભાંગા અને કર્મપ્રકૃતિના પ્રકાંડ વિદ્વાન હતા. તેમણે અનેક વાચનાચાર્યો તૈયાર કરી વાચકવંશને સમૃદ્ધ કર્યો હતે.
દિગમ્બર આચાર્ય ઈન્દ્રનંદિ જણાવે છે કે, તે અરસામાં આ ગુણધરે પાંચમાં જ્ઞાનપ્રવાદ પૂર્વની દશમી વસ્તુના ત્રીજા દેષપ્રાભૂતના આધારે “ષપ્રાભત” યાને “કષાયપ્રાભૂતશાસ્ત્ર બનાવ્યું હતું, જેમાં અધિકાર ૧૫, મૂળ ગાથા ૧૮૩ અને વિવરણ ગાથા ૫૦૩ પ્રમાણ રચના હતી. તે તેમણે આ૦ નાગહસ્તિને ભણાવ્યું હતુંજેના ઉપર આ૦ વીરસેને ૨૦૦૦૦ ધવલા અને આ
જ્યસેને ૪૦૦૦૦ તેની અનુપૂતિ “જયધવલા” ટીકા કરેલ છે. (છૂતાવતાર આય ૧૭૭થી ૧૮૭, સંસ્કૃત શ્રાવતાર આ ૧૫૦ થી ૧૫૪) આ ઉપરથી નક્કી છે કે તે સમયે પાંચ પૂર્વેથી અધિક જ્ઞાન વિદ્યમાન હતું અને આ નાગહસ્તિ કર્મ વિષયના સંપૂર્ણ જ્ઞાતા હતા તેમજ સમર્થ વાચનાચાર્ય હતા.
આ૦ મહાગિરિજીની પરંપરાના આ. કેડિજના શિષ્ય આ૦ નાગ, આ આઠ નાગહસ્તિસૂરિથી ભિન્ન આચાય છે. - ૧૭ આ. રેવતી નક્ષત્રઃ–તેમને યુગપ્રધાનકાળ વીર સં. ૬૮૯થી ૭૪૮ સુધી છે. ૧૦૯ વર્ષની ઉંમરે સ્વર્ગ ગયા છે. તેઓ જાત્યંજન જેવા પ્રધાન અને બીડેલા કુસુદ જેવા શોભતા હતા. તેમણે પણ વાચકવંશને ખૂબ વિકસાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org