________________
૨૮૯
તેરમું]
આર્ય શ્રીવાસ્વામી લીધા. આ બંદીવાનામાં શેઠ જાવડશાહ પણ હતા જે અસલમાં કપિલપુરના વતની અને હાલ મહુવામાં રહેતા શેઠ ભાવડશાહને પુત્ર હતું. તે અચાનક છુટી ગયો અને તક્ષશિલામાંથી ભગવાન કષભદેવની પ્રતિમા મેળવી મહુવા આવ્યું. તેણે આ. વજસ્વામીના ઉપદેશથી શત્રુંજયના ઉદ્ધારનું કામ આરંભયું. પ્રથમ જ કપદયક્ષે તેને ઉપદ્રવ કર્યો, નવી પ્રભુપ્રતિમાને ૨૧ વાર નીચે ઉતારી દીધી. આથી આ. વજસ્વામીએ ત્યાં પધારી જૂના યક્ષને હઠાવી શત્રુંજય ઉપર નવા કપદી યક્ષની સ્થાપના કરી. બધી અશાતના દૂર કરાવી.
જૂના કપદી પક્ષે અહીં પ્રતિષ્ઠાને દિવસે આવી દરેકને ડરાવવા ઘર અવાજ કર્યો હતો, જેથી ગિરિરાજનાં શિખર કંપી ઊઠયાં અને ગિરિનાં ઉત્તર તથા દક્ષિણ એમ બે ભાગલા પડી ગયા.
શેઠ જાવડશાહે શત્રુંજય ઉપર ન જિનપ્રાસાદ તૈયાર કરી વીર સં. પ૭૦ વિ. સં. ૧૬૦ (૧૦૮) માં શ્રીસંઘ સમક્ષ બાલીમાં મોટો ચડાવે કરી સંઘની સમ્મતિ લઈ, આ શ્રીવજીસ્વામીના કરમલથી ભગવાન શ્રીષભદેવની નવી પ્રતિમાની અંજનશલાકા પ્રતિષ્ઠા-કરાવી શિખર ઉપર ચડી દેવજી દંડ ચઢાવ્યા. “આવું ભગીરથ કાર્ય પૂરું થયું ”એવા હર્ષથી નાચ કર્યો અને ત્યાં ઉત્કૃષ્ટ ભાવનાની વિશુદ્ધિમાં જ સજોડે મૃત્યુ પામી વગપ્રાપ્તિ કરી.
ત્યાર બાદ ઉત્તર ભારતમાં વીર સં. ૫૮૦ થી ભયંકર બારવષ દુકાળ પડયો. એટલે સૂરિજી શિષ્ય પરિવાર સહિત દક્ષિણ તરફ પધાર્યા. દુષ્કાળ એના ભીષણ સ્વરૂપમાં અહીં પણ ફેલાય હતે. જે કે સૂરિજી વિદ્યાબળથી સાધુઓને આહાર લાવી આપતા પરંતુ સંયમની આરાધના માટે વિદ્યાપિંડને વધુ ઉપયોગ કરે ઉચિત ન લાગ્યું, એમાં એક વાર તેઓને સળેખમ થયું હતું, કફનું જોર હતું. એના નિવારણ માટે શિષ્યો સુંઠ લાવ્યા હતા. વજીસ્વામીએ સુંઠને ગાંઠિયા કાન ઉપર ભરા હતા, તે યાદ ન રહ્યો અને સાંજે પ્રતિક્રમણમાં “ોવાથીને પાઠ બોલતાં કાને હાથ લાગતાં સૂંઠનો ગાંઠિો નીચે પડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org