________________
તેરમું ] આર્ય વજીસ્વામી
२८७ પદવીથી અલંકૃત કરે છે. તેમને ગ૭ને ભાર સેપે છે અને અનશન કરી વળે જાય છે, પછી આ વાસ્વામી યુગપ્રધાન બને છે.
આ. વાસવામીની અદભુત ઉપદેશક શૈલી જોઈ છે, જેને તરો પ્રસન્ન થાય છે. તેમજ તપ, ત્યાગ, સંયમ, જ્ઞાન અને ચારિત્રની ઉજવલ પ્રતિમા સરખા સૂરિજી જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં જૈનશાસનની વિજયપતાકા ફરકે છે અને જનતા પણ તેમનું કુદરતી અદ્દભુત રૂપ, લાવણ્ય અને બ્રહ્મચર્યનું ઓજસ જોઈ મુગ્ધ બને છે.
પાટલીપુત્રના કરોડપતિ ધનદેવ શેઠની પુત્રી રૂક્ષ્મણી વજમવામીના ગુણ સાંભળી તેમની ઉપર મેહિત થાય છે અને પ્રતિજ્ઞા કરે છે કે, “પરણું તે વાસ્વામીને જ, નહિ તે આજીવન બ્રહ્મચર્ય જ પાઈ. ” વાસ્વામી પણ વિહાર કરતા પાટલીપુત્ર પધારે છે. ધનદેવ શેઠની દાનશાળામાં જ ઊતરે છે. તેમણે પહેલે દિવસે તે પોતાનું રૂપ પણ બેડેળ બનાવ્યું હતું પરંતુ રમણીએ સાંભળ્યું કે હદયનાથ આવ્યા છે એટલે પિતાને કહ્યું કે,
મારા પતિ આવ્યા છે.” બીજે દિવસે ધનદેવ શેઠ, પાટલીપુત્રને રાજા અને આખું નગર સૂરિજીને ઉપદેશ સાંભળવા જાય છે. એમનું અદભુત રૂપ, બ્રહ્મચર્યથી ચમકતું ભાલસ્થળ, અમેઘ ઉપદેશશક્તિ, આ જોઈ સાંભળી રાજા અને પ્રજાને ખૂબ જ પ્રમાદ થયે. રુક્ષમણીના પિતાને પણ થયું કે, “આ ભવ્ય પુરુષ મારી પુત્રોને ગ્ય છે.” એણે મધ્યાહ્ન સમયે ગુરુજી પાસે આવીને પ્રાર્થના કરી કે, તમને હું મારી નવાણું હજાર સોનામહાર આપું છું ને આ બાગ, બંગલા અને મારું કન્યારત્ન આપું છું તે સ્વીકારે. ' સૂરિજી હસીને બોલ્યા કે, મહાનુભાવ! હું તે સાધુ છું. નિષ્પરિગ્રહી છું, અકિંચન છું, મારે કશુંય ન જોઈએ. આચાર્ય. શ્રીએ આમ કહી રમણીને પણ ધર્મોપદેશ આપી પ્રતિબધી સાવી બનાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org