________________
૨૮૬ જૈન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ આ દાતારે મનુષ્ય નથી કિન્તુ દેવે છે, અને આ આહાર ખરેખર, દેવપિંડ છે એમ વિચારીને તે આહારપાણ લીધા વિના જ પાછા વળે છે. આવીને ગુરજીને યથાસ્થિત ખ્યાન આપે છે. દેવે વજ મુનિની આ ઉપગતીવ્રતા, ત્યાગ, અને વૈરાગ્યવૃત્તિ જોઈ પ્રસન્ન થઈ તેમતે વિક્રિયલબ્ધિ વિદ્યા આપે છે.
બીજીવાર જેઠ મહિનામાં પણ દેવ બીજી પરીક્ષા કરવા આવે છે. વમુનિ તેમને ઓળખી જાય છે અને આહારાદિ લેતા નથી. “દેવપિંડ ન લેવાય” કહી પાછા જાય છે. આ વખતે દેવ વજ મુનિને પ્રસન્ન થઈ “આકાશગામિની વિદ્યા આપે છે.
વજ મુનિને પદાનુસારિણી લબ્ધિથી એકવાર સાંભળેલું યાદ રહી જતું હતું. તેમને એકાદશાંગી કંઠસ્થ હતી. પોતે શાંતિથી રોજ પાઠ પણ કરી લેતા હતા. એકવાર બધા સાધુઓ ઉપાશ્રયની બહાર ગયા હતા, ત્યારે જ મુનિ જાણે આગમવાચના દેતા હોય તેમ મુનિઓનાં આસન પાથરી વાચના આપવા લાગ્યા. સૂરિજી આ વસ્તુ તપાસી ગયા. એકવાર આચાર્ય મહારાજ કોઈ બહાનું બતાવી બહાર પધાર્યા અને વજમુનિને વાચનાનું કાર્ય સોંપતા ગયા. તેમની વાચનાથી બધા સાધુઓ પ્રસન્ન થયા. સુરિજી પણ આવ્યા ત્યારે એ વૃત્તાંત સાંભળી પ્રસન્ન થયા.
પછી સૂરિમહારાજ મુનિ વજને વિશેષ અભ્યાસ માટે અવન્તીમાં બિરાજમાન દશપૂર્વધર આ. ભદ્રગુપ્તાચાર્યજી પાસે મોકલે છે. અહીં શ્રીભદ્રગુપ્તાચાર્યજીને પણ સવપ્ન આવે છે કે કોઈ અતિથિ મારા દૂધથી ભરેલા પાત્રને પી ગયે. સૂરિજી સમજ્યા કે મારા પૂર્વ જ્ઞાન શ્રતને ભણવા કેઈક મહાત્મા આવે છે. વજ મુનિ તે સવારમાં જ આ૦ ભદ્રગુપ્તસૂરિજી પાસે પહોંચ્યા અને બોલ્યા કે, હું આપની પાસે દશપૂર્વનું જ્ઞાન મેળવવા આવ્યો છું. વજ મુનિ ત્યાં બહુ જ વિનય અને પ્રેમથી સેવા ભક્તિ કરી દશપૂર્વનું જ્ઞાન મેળવીને પાછા ગુરુજી પાસે જાય છે. આ૦ સિંહગિરિજી પણ વજનમુનિને ખૂબ ઉત્સાહપૂર્વક આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org