________________
૨૭૬
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ આભીર દેશમાં અચલપુર ગામ હતું. અહીં નજીકમાં કન્ના (કૃષ્ણા) અને પૂર્ણા નદીના મધ્ય ભેટમાં તપવીઓને એક આશ્રમ હતું, જેમાં પાંચસો તપસ્વીઓ રહેતા હતા. આમાંથી એક તપસ્વીને, નગરવાસી જનતાને ચમત્કાર બતાવી, પિતાને મહિમા વધારવાનું મન થયું. તે જ પગે લેપ કરી બને નદીઓમાં અદ્ધર તરીને અચલપુર આવતે. ભકતેને ત્યાં ભેજન જમતે અને પૂજાસત્કાર સન્માન લઈ પાછો એવી જ રીતે તરીને આશ્રમમાં ચાલ્યો જતો. નગરમાં ચારે બાજુ તપસ્વીની પ્રશંસા થવા માંડી, ત્યાં સુધી કે આજે દુનિયાના પટ ઉપર આવે તપસ્વી અને ચમત્કારી બીજે કોઈ મહાત્મા નથી, આમને જ મત સાચે છે વગેરે વાતે થવા માંડી. ઢીલા મનના શ્રાવકે પણ આ ચમત્કાર જોઈ ઢીલા પડવા લાગ્યા.
એવામાં આર્ય સમિતસૂરિજી વિહાર કરતા અચલપુર આવ્યા. જેનોએ પણ નગરચર્ચા સાંભળી સૂરિજી પાસે જઈ વિનતિ કરી કે, પ્ર! આપણું શાસનમાં અત્યારે કે આવા ચમત્કારી આચાર્ય છે ખરા?
સુરિજી બોલ્યા-મહાનુભા! આમાં તે શે ચમત્કાર છે? આર્ય ખપૂટ જેવા અને મહેન્દ્રસૂરિજી જેવા ઘણાયે સૂરિપંગ મહાવિદ્યાના ભંડાર છે. અરે! અમારા બાલમુનિ વજી પણ વિદ્યાના ભંડાર છે.
શ્રાવક બોલ્યા–પ્ર! આ તાપસના ચમત્કાર સામે કઈક વિદ્યા બતાવે.
સૂરિજી બોલ્યાઃ–મહાનુભાવો! આ તે એક વિજ્ઞાનકળા માત્ર જ છે. છતાંયે તમારે કંઈક જેવું જ હોય તે સાંભળો ! તમે આ તપસ્વીને તમારે ત્યાં જમવા બોલાવો, ગરમ પાણીથી ખૂબ ચાળી ચાળીને એના પગનાં તળિયાં ધોઈ નાખજે.પગે લગાડેલો લેપ ધોવાઈ જાય પછી તેને જમાડીને પાછે મોકલજે, એમ કરતાં તરવાને બદલે ડૂબવા માંડશે, એ પછી આગળનું જોઈ લેવાશે.
બીજે દિવસે શ્રાવકેએ ચમત્કારી તપસ્વીને બહુ જ આગ્રહથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org