________________
બારમું ] આ સિંહગિરિસૂરિજી
૨૭૩ પ્રસિદ્ધ છે અને એ રક્ષિત મુનિ પણ આચાર્ય બન્યા છે, યુગપ્રધાન છે, મહાજ્ઞાની થયા છે, અને ચાર અનુગના વિભાજક તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે.
આ૦ ભદ્રગુપ્તસૂરિ–તેઓને વીર સં. ૪૨૮ માં જન્મ, સં૪૪૯ માં દીક્ષા, સં૦ ૪૯૪ માં યુગપ્રધાનપદ અને સં. ૧૩૩ માં ૧૦૫ વર્ષની ઉંમરે સવગમન થયાં છે. તેઓ આર્ય વાસ્વામીના દ્રષ્ટિવાદના વિદ્યાગુરુ છે. આ૦ રક્ષિતસૂરિજીએ તેમને અંતિમ નિર્ધામણા કરાવી હતી, જે વસ્તુ ઈતિહાસપ્રસિદ્ધ છે.
આશ્રીગુપ્તસૂરિ તેમનાં વિર સં. ૪૪૯ માં જન્મ, સં. ૪૮૩ માં દીક્ષા, સં. પ૩૩ માં યુગપ્રધાનપદ અને સં. ૫૪૮ માં સ્વર્ગગમન થયેલ છે. તેમણે રોહગુપ્ત મુનિને શ્રુતજ્ઞાન આપ્યું હતું, મંત્રવિદ્યાઓ પણ આપી હતી અને અંતરિજિજયામાં પરિવ્રાજક સાથેના શાસ્ત્રાર્થમાં જયવાદ પ્રાપ્ત કરાવ્યું હતું પરંતુ એ જ રેહશુત અંતે અભિમાનમાં ચકચૂર બની નિદ્ભવ બને છે અને
રાશિકમત” ચલાવે છે. આ સમિતસૂરિજીઃ
આ આચાર્ય આર્ય સિંહગિરિસૂરિજીના શિષ્ય છે. તેમજ આર્ય વજીસ્વામીના મામા થાય છે. તેમનું જન્મસ્થાન તુબવન ગ્રામ, તેમના પિતાનું નામ ધનપાલ, માતાનું નામ મળતું નથી. તેઓ બેત્રે ગૌતમ, અને જ્ઞાતિએ વેશ્યા હતા. તેમને એક સુનંદા નામે બહેન હતી. ધનગિરિને અને આર્ય સમિતને બહુ જ મૈત્રી હતી, ધનપાલે જ આગ્રહ કરીને પોતાની પુત્રી સુનંદાને ધનગિરિની સાથે પરણાવી હતી. આ બાજુ આર્ય સમિતે આ સિંહગિરિ પાસે જઈને દીક્ષા લીધી.
આર્ય સમિતે દીક્ષા લીધા પછી ગુરૂચરણે એસી સુંદર શાસ્ત્રાભ્યાસ કર્યો. તેઓ મંત્રવિદ્યામાં પણ કુશલ થયા. ગુરુએ તેમને આચાર્ય પદવી આપી.
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org