________________
૨૦૮ જૈન પરંપરાને ઇતિહાસ
[પ્રકરણ એક વાર આ સુરિતસૂરિએ આબુથી વિહાર કરી અષ્ટાપદજી જતાં વચમાં અહીં માસું કર્યું વંકચૂલે પણ પિતાના ગામમાં કોઈએ દારૂ-માંસ વાપરવાં નહીં એ મનાઈહુકમ કરી મુનિ ઓને શુદ્ધ અન્નજળ મળે તેની પૂરી વ્યવસ્થા કરી પરંતુ તેણે આચાર્ય મહારાજનું વ્યાખ્યાન સાંભળ્યું નહીં. ચોમાસા બાદ તેણે આચાર્યશ્રી પાસેથી ચાર પ્રતિજ્ઞા લીધી . વળી, કોઈ પ્રસંગે તેણે આ સુસ્થિતના શિષ્ય ધર્મષિ અને ધર્મદત્તને ચોમાસું રાખ્યા અને તેના ઉપદેશથી ચંબલને કાંઠે શરાવિકા પહાડીની પાસે પહલીમાં મોટું દેરાસર બંધાવી તેમાં ભગવાન મહાવીર પ્રભુની પ્રતિમા પધરાવી હતી. ત્યારથી આ સ્થાન તીર્થ બન્યું અને સંઘ યાત્રા કરવા આવવા લાગ્યા. '
પ્રાચીન કાળમાં એક નગરને રાજા શત્રુ સામે યુદ્ધ કરવા ગળે એટલે તેની રાણીએ સેનાના રથમાં બે જિનપ્રતિમાઓ લાવી આ રક્તી નદીને કાંઠે ગુપ્ત નિવાસ કર્યો હતો અને રાજા યુદ્ધમાં મર્યો છે એવા જૂઠા સમાચાર સાંભળી રથ સહિત પ્રતિમાઓને નદીમાં પધરાવી પિતે પણ જળપ્રપાત કર્યો હતે. રાજાએ અહીં આવતાં આ વૃત્તાંત જાણ દીક્ષાને સ્વીકાર કર્યો, પરંતુ તે પ્રતિમાઓ નદીમાં હતી. એક દિવસે એક શેઠ-શેઠાણી વહાણ દ્વારા સિંહગુહાની યાત્રાએ આવતા હતા, શેઠાણીએ દૂરથી દેરાસરને વધાવવા માટે સેનાની કંકાવટીમાં કેસર-ચંદન અને કપૂર જોળી તૈયાર કર્યો, પરંતુ કંઈ ભૂલ થવાથી તે કંકાવટી હાથથી છૂટી નદીમાં પડી અને સેનાના રથમાં વિરાજમાન જીવતહવામી ભગવાન પાર્શ્વનાથના હૃદય ઉપર જઈ પડી. વંકચૂલ રાજાએ શેઠની વિનતિથી ધીવરને પાણીમાં ઉતાર્યો ધીવર પણ પહેલીવાર નદીને તળિયે જ કંકાવટી લઈ આવ્યું, બીજીવાર તળિયે જઈ ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાને લઈ આવ્યો ને ત્રીજીવાર પાણીમાં ઊતર્યો પણ બીજી પ્રતિમા તથા રથને લાવી શક્યો નહીં. એટલે તે રથ અને તે પ્રતિમા પાણીમાં જ રહ્યાં. વંકચૂલે ભગવાન પાર્શ્વનાથના બિંબને ભગવાન મહાવીર સ્વામીના ગભારામાં સ્થાપ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org