________________
અગિયારમું ] આ. શ્રીદિલસૂરિ
૨૬૯ અસલમાં આ ગાથાઓ ક્યાંની છે? તે કોઈ જાણતું નથી. મિતુ આ મેરૂતુંગસૂરિકૃત “વિચારશ્રેણિ અને મહા ધર્મસાગરજી
તપગચ્છ પટ્ટાવલી” વગેરેમાં અવતરણરૂપે આ ગાથાઓ મળે છે. “શ્રીદુક્સમકાલસમણસંઘથયં” અને “તીર્થંક૯પ' વગેરે ઘણા ગ્રંથમાં ઉપર પ્રમાણે જ રાજાવલી આપી છે. દિગંબર વિદ્વાને તે વીર સં. ૪૭ માં જ વિક્રમ સંવત ૧ માને છે, અને ક. સ. આ હેમચંદ્રસૂરિજી પણ ગુર્જરેશ્વર કુમારપાળનાં રાજ્યારોહણની સાલ બતાવતાં વીર સં. ૪૭૧માં જ વિક્રમ સંવત શરૂ થયાનું બતાવે છે. ત્યાર પછીના દરેક ગ્રંથ, શિલાલેખે અને એતિહાસિક ઘટનાઓમાં વીર સંવત અને વિક્રમ સંવતની વચ્ચે ૪૭૦ વર્ષનું આંતરું માનીને જ સંવત લખાયેલ છે. એટલે વિક્રમની બીજી સહસ્ત્રાબ્દીની એતિહાસિક ધટનાઓમાં તે વીરસંવત ૪૭૧ માં વિક્રમ સંવતને પ્રારંભ, આ ગણતરી જ વધારે ઉપકારક નીવડે તેમ છે.
અમે પણ આ ગ્રંથમાં ઐતિહાસિક સંકલનામાં ગડબડ ન થાય, એટલા ખાતર પાછલી ઘટનાઓમાં વીર સં. ૪૭૧ થી શરૂ થતા વિક્રમ સંવતને જ ઉપગ કર્યો છે.
બલમિત્ર વિક્રમાદિત્ય થયે છે તે જ શકે પછી અવન્તીપતિ બન્યું. તેણે જ વીરનિર્વાણ સં. ૪૧૧ (અથવા ક૭૧)થી વિક્રમ સંવત પ્રવર્તાવ્યું છે, એ નિર્વિવાદ વસ્તુ છે.
એક “તિગાલીપચત્રા માં રિસંવત ૬૦૫ સુધી ગાથાબદ્ધ રાજાવલી આપી છે. જેમાં રાજાઓ અને સલવારીમાં ફેરફાર છે. વિક્રમ સંવત માટે તેમાં કંઈ પણ સૂચન નથી. પૂ. પં. મ. શ્રી કલ્યાણવિજયજી મહારાજ તેના આધારે જણાવે છે કે–પાલકનાં ૬૧, નંદનાં ૧૫૦, મોનાં ૧૬ ૦, પુષ્યમિત્રનાં ૩૫, બલમિત્રભાનુમિત્રનાં ૬૦, એ ૪૬૫ વર્ષો થયાં. નભસેનનાં પાંચ વર્ષ જતાં વિક્રમ સંવત પ્રત્યે, નભસેનમાં ૪૦, ગર્દભનાં ૧૦૦; એમ કુલ ૬૦૫ વર્ષો જતાં શક સંવત પ્રવર્યો.
(વીરનિર્વાણુસંવત ઔર જૈન કાળગણના, પૃષ્ઠ ૩૦થી ૬૦) આ ગણતરી પ્રમાણે આ. ભદ્રબાહુસ્વામી, આ. મહાગિરિજી અને આ. કાલિકાચાર્યના સમકાલીન રાજા ચંદ્રગુપ્ત વગેરેને સત્તા સમય જુદો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org