________________
૨૭૦]
જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ
સમ્રાટ શાલિવાહન પટણામાં શુંગવંશી રાજાઓ નબળા બન્યા, કુશાને મથુરાને મજબૂત બનાવવા મત પડ્યા હતા. કલિંગમાં પણ ભીખુરાય પછીના કલિંગરાજે વધુ તેજદાર ન હોતા. આંધ્રો કૂચકદમ કરતા આગે વધતા હતા. એવા વાતાવરણમાં માળવામાં મેટે ઝંઝાવાત આવી ગયો. ઈરાનના શાહીઓ કલબલ સાથે ગર્દશિતલ ઉપર ત્રાટક્યા અને તેઓએ ઉજેને પોતાને હસ્તગત કર્યું. એક દશકો જતાં જ ત્યાં સમ્રાટ વિક્રમાદિત્યને ઉદય થયો અને માળવાએ સ્વતંત્રતાને વાવટા ફરકાવ્યો.
આ તરફ આંધ રાજાઓ પણ દક્ષિણમાં પિતાની સત્તાને મજબૂત બનાવી ઉત્તર તરફ આગળ વધવા લાગ્યા. આંધ્રપતિ શાલિવાહન પણ તે સમયે સમર્થ રાજા હતા, જેના પાછળના વંશજોએ માળવાની સરહદ સુધીને પ્રદેશ જીતી માળવરાજ સાથે સંધિ કરી મિત્રી સ્થાપી હતી.
પડી જાય છે. જો કે પન્યાસજી મહારાજે આ. મહાગિરિજીના સ્વર્ગગમન વર્ષમાં સંસ્કાર આપે છે. (પૃષ્ઠ ૬૪) પણ તે સાવ નિષ્ફળ નીવડ્યો છે. અંતે તેમણે એ જાહેર કર્યું છે કે આ. મહાગિરિજી અને સમ્રાટ સંપ્રતિ એકકાલીન નથી. (પૃષ્ઠ ૮૯) આ જાહેરાત નિશીથચણ વગેરેના અતિહાસિક નિરુપણની વિરુદ્ધમાં જાય છે.
પૂ. પ. મ. શ્રી કલ્યાણવિજયજી મહારાજે દુષ્કમચંડિકા અને યુગપ્રધાન ગંડિકા'ના સારમાંથી બીજી એક રાજાવલી આપી છે. પાલકનાં ૨૦, નંદેનાં ૧૫૮, મૌનાં ૧૦૮, પુષ્યમિત્રનાં ૩૦, બલમિત્ર–ભાનુમિત્રનાં ૬૦, દધિ. વાહનનાં ૪૦, ગર્દભિલ્લેનાં ૪૪, શોનાં ૫૦, વિક્રમનાં ૯૭, શન્ય વંશનાં ૩૮; એમ ૬૦૫ વર્ષમાં શકસંવત પ્રવર્યો. આ ગણતરી બીજી ગણતરીઓથી તદન જુદી જ છે.
(વીરનિર્વાણુસંવત ઔર જેન કાળગણના પૃષ્ઠ ૩૧). પ્રસિદ્ધ ઈતિહાસવેદી સંશોધક ડો. ત્રિભુવનદાસ લહેરચંદ રાજાવલીને વ્યવસ્થિત કરતાં જણાવે છે કે પાલકનાં વર્ષ ૬૦, નંદનાં વર્ષ ૫, (અથવા ૧૦૦), માનાં વર્ષ ૧૭૮, (ચં. ૨૩ + બિ૦ રેખા, + અ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org