________________
૨૪૪
અગિયારમું ]
આ શ્રીદિસરિતા આચાર્યશ્રીને નગરપ્રવેશ હતો ત્યારે પંડિત બહસ્પતિએ પ્રથમ વિરોધ કર્યો અને પછી ખુશી બતાવી. -
કવિ પાંચાલે પણ સૂર કાઢયો કે, આચાર્યશ્રીએ “તરંગવતી’ બનાવી છે જે માત્ર સ્ત્રીઓ બાલકે અને મુને ભણવાલાયક છે.
સૂરિજીએ આ વાત સાંભળી, તેમણે એક દિવસે કપટમૃત્યુ બતાવ્યું. એમની પાલખી કવિ પાંચાલન મહેલ પાસે આવી કે, કવિએ દેડતા આવી શેકપૂર્વક કહ્યું કે, જે આચાર્યના સુખરૂપી ઝરામાંથી તરંગવતી નદી નીકળી છે તે આચાર્યને લઈ જનાર યમરાજનું માથું કેમ ફૂટી ન ગયું?
આ. પાદલિપ્તસૂરિ આ હતુતિ સાંભળીને જીવતા થયા અને રાજા, પ્રજા તથા કવિએ ખુશ થયા.
આચાર્યશ્રીએ નિવણકલિકા, પ્રમપ્રકાશ, કાલજ્ઞાન, જ્યોતિષકરંડકની ટીકા, તરંગલાકથા, અને વીરસ્તુતિ વગેરે ગ્રંથ બનાવેલ છે, જે પૈકીના ઘણું છેઆજે વિદ્યમાન છે. “તરંગલોલા” આજે ઉપલબ્ધ નથી કિન્તુ આ૦ વીરભદ્રના શિષ્ય નેમિચ તેના આધારે “તરંગવતીસાર” રમ્યો છે જે આજે મળે છે.
વિદ્વાન નાગાજીને ગરત્નાવલી, ગરત્નમાલા, અનેકાક્ષરી વગેરે ગ્રંથ બનાવ્યાનું કહેવાય છે. - આ. પાદલિપ્તસૂરિએ શત્રુંજય તીર્થ ઉપર ૩૨ દિવસનું અનશન કર્યું અને તેઓ કાલધર્મ પામી બીજા દેવલોકમાં દેવપ ઉત્પન્ન થયા.
આ પ્રભાચંદ્રસૂરિ લખે છે કે, આ મહાન શાસનપ્રભાવક આચાર્યના સમયમાં નિપ્રાકૃત માં પ્રવીણ શ્રીરાદેવસરિજી નિમિત્તવિવામાં પ્રવીણ શ્રીશ્રમણસિંહસૂરિજી, વિલાસિદ્ધ આચાર્ય ખપુટાચાર્ય, અતિશય પ્રસિદ્ધ અને સિદ્ધોપાધ્યાય શ્રી મહેન્દ્રસિરિ થયા છે.
આ પાદલિપ્તસૂરિએ આ. ખyટાચાર્યજી પાસે વિદ્યાભ્યાસ કર્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org