________________
૨૪૬
જૈન પરંપરાને ઇતિહાસ [ પ્રકરણ નામ “મુકદ” બ્રાહ્મણ હતું તેમણે જે વંશમાં આચાર્ય પાદલિપ્ત સૂરિજી થયા છે, તે જ વિદ્યાધરવંશના રકંદિલસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી હતી.
આ મુકુન્દ શ્રમણ વૃદ્ધાવસ્થામાં દીક્ષા લીધેલી હોવાથી અને જ્ઞાન મેળવવાની વધુ જિજ્ઞાસા હેવાથી દિવસ ને રાત જોરશોરથી ભણતા હતા. એમને ના પાડવામાં આવી કે બહુ જ જલદી ઊઠી બહુ ઊંચેથી ભણવું નહીં પરંતુ જ્ઞાનપ્રાપ્તિની તાલાવેલીને લીધે તેઓ બધું ભૂલી જતા. એકવાર એક સાધુજીએ કહ્યું કે આપ આટલું જોરથી ભણીને સાંબેલું ફુલાવવાના છો? - પછી તે મુકુન્દ સાધુજીએ ગુરૂકૃપાથી સરસ્વતી મંત્ર મેળવી ભરૂચના નાલિયેરી પાડાના જિનાલયમાં મંત્રસાધના કરી સાંબેલું પણ કુલાવ્યું હતું અને શાસ્ત્ર અભ્યાસ કરી વાલીઓને હરાવી પૂરી ચોગ્યતા મેળવી હતી. ગુરુજીએ તેમને ચગ્ય જોઈ આચાર્યપદ વિભૂષિત કર્યા અને તેઓ શ્રીવૃદ્ધવાદિસૂરિજી તરીકે પ્રસિદ્ધિ પામ્યા. સૂરિજી વિહાર કરતા વિશાલાનગરી ઉજજૈન તરફ પધાયાં. સમ્રાટ વિક્રમાદિત્ય ત્યારે અવન્તીમાં રાજ્ય કરતા હતે.
- શ્રીવૃદ્ધવાદિસૂરિજી વિહાર કરીને જતા હતા ત્યાં તેમને નગર બહાર “સિદ્ધસેન” નામને વિદ્વાન બ્રાહ્મણ મળે. આ પંડિત વૈદિક સાહિત્યને પારદષ્ટા હતા, વૈશેષિક, સાંખ્ય, ગ અને ન્યાયશાસ્ત્રનો પ્રકાંડ જ્ઞાતા હતા, તેણે અનેક બોદ્ધો અને બીજા પંડિતેને વાદવિવાદ કરી જીત્યા હતા. - સિદ્ધસેનના પિતાનું નામ દેવર્ષિ, માતાનું નામ દેવશ્રી અને જાતે કાત્યાયનત્રીય બ્રાહ્મણ હતા. તે બાલ્યાવસ્થામાં જ્ઞાન મેળવી મહાપંડિત થયે હતું, તે પાંડિત્યના અભિમાનમાં પેટે
ઢાને પાટે, હાથમાં એક નિસરણી અને બીજા હાથમાં કુહાડી રાખતા હતા. આવા વિચિત્ર વેશધારી પંડિતે વૃદ્ધવાદિસરિજીને કહ્યું કે મારી સાથે વાત કરે. સૂરિજી બોલ્યા, કે રાજસભામાં જઈએ. સિકસેને કહ્યું, ના. અહીં જ ઠીક છે. પછી તે ગામ બહાર મેદાનમાં જ ભરવાડની હાજરીમાં શાસ્ત્રાર્થ શરૂ થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org