________________
અગિયારમું ] આ૦ શ્રીદિરસૂરિ
૨૬૫ રાજા બને છે અને ત્યાર પછી પણ આ બલમિત્ર અવન્તીપતિ બને છે. તેને સત્તાસમય બરાબર વિક્રમ સંવત્ ૧ માં આવે છે. એટલે કે રાજા ગÉભિલ્લનો વારસદાર કહે કે ભરૂચને બલમિત્ર કહે તે એક જ વ્યક્તિ છે. તે આ કાલિકસૂરિની કૃપાથી અવન્તીપતિ બને છે, અને વિક્રમાદિત્ય તરીકે ખ્યાતિ પામે છે. સંસ્કૃત ભાષામાં તે બલમિત્ર, ભાનુમિત્ર, બલભાનુ અને વિક્રમાદિત્ય એ પર્યાયવાચક નામે જ છે અને એ રીતે પણ ભરૂચપતિ બલમિત્ર એ જ અવન્તીપતિ વિક્રમાદિત્ય છે.
ભારતવર્ષમાં આજ સુધી સો સે વર્ષના શતાબ્દી સંવત ચાલ્યા હતા. અથવા છૂટાછવાયા સંવત શરૂ થયા હતા અને નાશ પામી ગયા હતા, કિન્તુ કેઈ સર્વમાન્ય સંવત ચાલ્યા ન હતું. જો કે કલિયુગસંવત, બુનિર્વાણ અને મહાવીરનિવાસુ ચિરંજીવ સંવત્સરે બન્યા છે પરંતુ તે સાંપ્રદાયિક હતા તેથી તેને ઉપયોગ દરેક કરતા ન હતા.
વીરનિવણ સંવત કા. શ. ૧ થી પ્રત્યે છે, એ જ રીતે સમ્રાટ વિક્રમાદિત્યે પણ પિતાનો સંવત વિ. સં. ૧ ના કાર્તિક શુદિ ૧ થી પ્રવર્તાવ્યો છે. કૃતસંવત અને માલવસંવત એ વિક્રમસંવતનાં જ બીજા સાપેક્ષ નામો છે. આ વિક્રમસંવત આજસુધી ભારતવર્ષમાં પ્રવર્તે છે. સંવતવિચારણઃ
વિક્રમસંવત વરનિર્વાણ પછી કેટલા વર્ષે શરૂ થયે? તેને માટે વિદ્વાનમાં બે મત છે.
ક વીરનિર્વાણ સંવતના શિલાલેખ અને શાસ્ત્રોક્લેખ મળે છે. જેમકે, ૧. વીરજન્મ સં. ૩૭નો શિલાલેખ-મુંડસ્થલ, ૨. વીરનિર્વાણ સંવત ૨૩ ને શિલાલેખ-ભદ્રેશ્વર, ૩. વીર નિ. સં. ૮૪ ને પ્રતિમા આસન લેખ (૫.ગૌ. હી ઝાકૃત પ્રાચીન લિપિમાલા પૂછે...... ), ૪. વીર નિર્વાણ સં. ૨૧૪ વગેરે; નિદ્ભવકાળ. (આવશ્યકસૂત્ર), ૫. વીર નિ. સં. ૮૮૦ અથવા ૯૯૩ માં આગમવાચના (કલ્પસૂત્ર), સં. ૪૭૦ માં વિક્રમસંવત્સરને પ્રારંભ (વિચારણિ) વગેરે વગેરે. વિશેષ માટે “જુઓ, જૈન સત્યપ્રકાશ’ ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંકમાં અમારે “ભારતવર્ષના ભિન્ન સંવત” નામને લેખ. ૦૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org