________________
જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ વિકમ કાળ, કલ્યાણપુર સોલંકી વિક્રમાદિત્ય અને મગલરાજ હુમાયુને વિજેતા હેમુ વગેરે વગેરે - આ રાજાઓમાં કોઈ જ વિક્રમ પહેલાં થયા છે, કોઈ પછી થયા છે, કઈ અવન્તી બહારના છે, કોઈ શક છે, અને કોઈ પોતાના જુદા જુદા સંવત્સરના પ્રવર્તક છે. આ રાજાઓમાં માત્ર ૧. તત્કાલીન આંધ્રપતિ, ૨. ગર્દશિલૂનો વારસદાર અને ૩. અલમિત્ર એ ત્રણ રાજાઓ એવા છે કે જે વિ. સં. ૧ ના શકવિજેતા હોઈ શકે.
પરંતુ તે સમયને આંધપતિ તે આંધ્રપતિ છે અવન્તિપતિ નથી, અને વિક્રમ સંવતનો પ્રારંભ પ્રદેશમાં થયે જ નથી. માટે આંધ્રપતિ તે “સંવત્સરપ્રવર્તક વિક્રમાદિત્ય” નથી. સંભવ છે કે તે કદાચ શકવિજયમાં વિક્રમને મદદગાર હશે.
માળવાને દર્પણ રાજા તે અસલમાં ભરૂચથી આવી અહીં રાજા બન્યું હતું, તેને ગર્વભીવિદ્યા સિદ્ધ હતી, એટલે લોકો ગર્દભસેન, ગંધર્વસેન કે ગભિલૂના નામથી ઓળખતા હતા. એ સમયે ભરૂચ એ અવન્તિના તાબાનું કુમારભુક્તિનું શહેર હતું અને ત્યાં અવન્તિને સૂબે રહેતે હતે. ગભિઠ્ઠના સમયે બલમિત્ર અને ભાનુમિત્ર ભરૂચના રાજા હતા. એમ કાલિકાચાર્યની કથા એમાં ઉલ્લેખ મળે છે. આને અર્થ એ જ થાય છે કે બલમિત્ર અને ભાનુમિત્ર ગર્દભીલ રાજાના ઉત્તરાધિકારીઓ વિશ્વાસુ કુટુમ્બીઓ કે સૂબાઓ હશે. ગમે તે હે, પણ તે દર્પણ રાજાની નિકટના સગા હતા. એટલે જ ભરૂચના સૂબા હતા અને આ કાલિક સૂરિના ભાણેજ પણ હતા. પારસકુલને શાહનશાહી પ્રથમ ભરૂચના રાજા બલમિત્ર ભાનુમિત્રને પિતાના આજ્ઞાધારી બનાવે છે, અને પછી જ ઉજજેન પર ચઢાઈ કરી ગભિલૂને મારી અવનિનો
* વિક્રમાદિત્ય સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે જૈન સત્ય પ્રકાશને ક્રમાંક ૧૦૦ વિક્રમ વિશેષાંક અને તેમાં આવેલ અમારા “સમ્રાટ વિક્રમદિત્ય” અને “મહારાજા વિક્રમાદિત્ય” લેખ વાંચી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org