________________
૨૫૮
જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ તરીકે અને “સિદ્ધહેમવ્યાકરણમાં “સ્કૃષ્ટ સૂપ” સુત્રના ઉદાહરણમાં “અતિ વય” સંસ્કૃષ્ટ કવિ તરીકે, મુનિ રત્નસૂરિજીએ “અમચશ્વિમાં તેજસ્વી સૂર્ય, પ્રદ્યુમ્નસૂરિજીએ સમરાદિત્યસંક્ષેપ'માં મહાવાદીરૂપે, પ્રભાચંદ્રસૂરિજીએ “પ્રભાવક ચરિત્ર”માં સમર્થ પ્રભાવક તરીકે, વાચક શ્રીયશોવિજયજીએ પોતાના અનેક ઘરોમાં અને આઠ પ્રભાવકની સઝાયમાં આઠમા કવિ પ્રભાવક તરીકે સંબોધ્યા છે. સત્તાસમય વિચારણું–
આ૦ શ્રીસિદ્ધસેન દિવાકર સત્તાસમય માટે વિદ્વાનમાં વિચારભેદ પ્રવર્તે છે. પ્રસ્તુત વર્ણન પ્રમાણે તે આ આચાર્ય વિક્રમની પહેલી સદીના પ્રારંભના આચાર્ય છે. જ્યારે કેટલાક વિદ્વાને આ આચાર્યશ્રીને વિક્રમની ચોથી શતાબ્દીમાં સ્થાપે છે.
- ડે. હમન યાકેબી આચાર્યશ્રીના ન્યાયાવતારમાં આવેલ જાત્ત, અખાત, સચાઈ અને વાર્થ શબ્દોની ભ્રમણામાં પડી આચાર્ય વરને વિક્રમની સાતમી સદીના માનવા લલચાય છે, પરંતુ એ શબ્દો બોદ્ધયોગાચાર્ય ભૂમિશાસ્ત્ર, પ્રકરણાચાર્ય વાચા, વૈશેષિક ન્યાય દશન, બૌદ્ધ ન્યાયમુખ અને ન્યાયપ્રદેશ વગેરેમાં પણ મળે છે. એ જ રીતે કટ્ટર દિગંબર પં. જુગલકિશોર મુખ્તારજી પણ અમુક
કસાવ્ય, શીસામ્ય, અને વસ્તુસામ્યથી આ આચાર્યશ્રીને આ૦ શ્રીસમન્તભદ્રસૂરિ પછીના માનવા પ્રેરાય છે. પરંતુ આ બજેમાં પહેલા કોણ? અને પછી કોણ? એટલે કે તેનું અનુકરણ કર્યું? એ જ જટિલ સમસ્યા છે. આવી આવી શંક્તિ ક૯૫નાઓથી આચાર્યશ્રીને સમયનિર્ણય કરી શકાય જ નહીં. સાહિત્યને આધાર લઈએ તે દિ આઠ પૂજ્યપાદકૃત “જૈનેન્દ્ર વ્યાકરણ, આ૦ જિનભદ્રગણી ક્ષમાશ્રમણકૃત “વિશેષાવશ્યક ભાષ્ય આ જિનદાસ મહત્તરકૃત ચૂર્ણિ છે અને આ હરિભદ્રસૂરિકૃત પંચવરતું વગેરેમાં આ૦ શ્રીસિદ્ધસેન દિવાકરજી અને તેમના સન્મતિતર્કના ઉલેખે છે. તેમજ તેએાશ્રીના સન્મતિતર્ક પર વિકમની ચોથી સદીમાં તે ટીકા પણ બની ચૂકી છે. એટલે એ
માકર રસ મસા શકિતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org