________________
૨૪૮ જેન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ ધમી થયે, રાજાએ સરિજીને પિતાની પાસે રાખ્યા. એકવાર કામરુ દેશના રાજા વિજયવર્માએ એના ઉપર હુમલો કર્યો, સૂરિજીએ દેવપાલને વિદ્યા દ્વારા સોનાની અને સુભટેની મદદ આપી, આથી દેવપાલ જી. રાજાએ અને પ્રજાએ સૂરિજીનાં ભૂરિસૂરિ યશગાન ગાયાં અને અંધારામાં પ્રકાશ ફેલાવનારું દિવાકરનું માનવંતુ બિરુદ આપ્યું. રાજા આટલેથી જ નથી અટક્યો. તે સૂરિજીને આગ્રહ કરી હાથી અને પાલખી ઉપર પણ બેસાડી દેતે હતે, આ વૃદ્ધવાદિસરિજીને આ સમાચાર મળતાં તેઓ અહીં આવ્યા. સાધુજીવનનું મહત્વ સમજાવી, પ્રતિબોધી સિદ્ધસેન દિવાકરને ત્યાંથી અન્યત્ર વિહાર કરાવ્યા.
આ સિદ્ધસેનસૂરિજીને એકવાર વિચાર આજે કે પ્રાકૃતમાં રહેલા જૈન સાહિત્યને સંસ્કૃતમાં બનાવીએ તે સારું. આ વિચાર તેમણે શરુ સમક્ષ મૂક્યો અને તેમાં નીચે મુજબ વાર્તાલાપ :
ગુજ–વત્સ ! આ તારે વિચાર ઉચિત નથી શાસ્ત્રકાર ભગવતેએ ખાસ કરીને બાલજી, સ્ત્રીઓ અને સામાન્ય બુદ્ધિના
ના બાપને માટે માગધી–પ્રાકૃતમાં શાસ્ત્રોની ગૂંથણી કરી છે. સિદ્ધસેન દિવાકર–પ્ર! પૂર્વની ભાષા તે સંસ્કૃત છે ને?
ગુરજી–વત્સ? હા, એ વાત સાચી છે. એટલે જ સ્ત્રીઓ, બાલજી અને સામાન્ય માણસ માટે તે અગમ્ય અને દુબોધ છે અને એટલા માટે તેઓને એ પૂર્વ શાસ્ત્રી ભણવવાની ના પાડી છે. તારે વિચાર ઉચિત નથી.
દિવાકરછ–પ્ર ! મારું એક સંસ્કૃત પદ્ય તે સાંભળો 'नमोऽहसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः' આમાં પાંચે ય પદેને મંત્ર સમાઈ જાય છે.
ગુરુજી – આ તારું કથન શાસ્ત્રવિરુદ્ધ છે. તારે એ માટે પ્રાયશ્ચિત્ત લેવું પડશે.
દિવાકરજી–પ્રલે! મારું વર્તન શાસ્ત્રવિરુદ્ધ છે, તે મને પ્રાયશ્ચિત્ત આપે, આપ જે પ્રાયશ્ચિત્ત આપશે, તે હું સ્વીકારીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org