________________
૨૩૮ જૈન પરંપરાને ઈતિહાસ
પ્રકરણ ગુરુજીએ બાલમુનિની હાજરજવાબીથી પ્રસન્ન થઈને કહ્યું કે, વત્સ! ઝિરો ઘો. બસ ત્યારથી આ બાલમુનિનું પાદલિપ્ત નામ જાહેર થયું.
ગુરુમહારાજે પાદલિપ્ત મુનિની તેજસ્વી બુદ્ધિ જોઈ એને દશ વર્ષની ઉમ્મરમાં આચાર્ય બનાવી, પોતાની પાટે સ્થાપ્યા, અને મથુરા મોકલ્યા. - આ પાદલિપ્તસૂરિજી ત્યાંથી પાટલીપુત્ર ગયા. આ વખતે અહીં “મુડ” રાજા રાજ્ય કરતા હતા. પાદલિપ્તસૂરિજીએ પિતાની અદભુત પ્રતિભાશાળી વિદ્યા અને કાવ્યથી તેને પ્રસન્ન કર્યો. એકવાર સૂરિજીએ પિતાની તર્જની આંગળી ઢીંચણ ઉપર ફેરવી મુરુંડ સજાના માથાનું દુ:ખ મટાડી દીધું હતું. આ પ્રસંગની સુચક ગાથા “નિશીથ ભાગ્ય’માં આ પ્રમાણે મળે છે :
जह जह पएसिणि जागुअंमि पालित्तओ भमाडेइ । तह तह से सिरवेयणा पणस्सह मुंरंडरायस्स ॥ ॥
સૂરિજીના લોકોત્તર પ્રભાવથી રાજાની શિવેદના મટી ગઈ અને તે ઘોડા ઉપર બેસી ઉપાશ્રયે જઈ સૂરિજીને વંદના કરી ધર્મદ્ધિ કરવા બેઠો.
એક વાર રાજાએ પૂછયું કે, અમારા નોકરે પગાર આપવા છતાયે દિલ દઈને કામ કરતા નથી, જ્યારે આપના શિષ્ય વગર પગારે કઈ રીતે કાર્ય કરે છે? સૂરિજી બોલ્યા, શિખે તે આ લેક અને પરલોકના હિતને ખાતર ગુરુની આજ્ઞાનું પાલન કરે છે.
રાજાએ કહ્યું આ વાત માનવામાં નથી આવતી. લોકોમાં મુખ્ય પ્રવૃત્તિ ધાને માટે હેય છે, જ્યારે તમારે ત્યાં તે તે વસ્તુ જ નથી. માટે જરૂર પરીક્ષા કરવી જોઈએ. હવે રાજાએ આચાર્યના કહેવાથી પિતાના પ્રધાનને તપાસ કરવા એક કે ગંગાનું વહેણ કઈ દિશામાંથી કઈ દિશામાં જાય છે? પ્રધાન તે
જેવી આજ્ઞા” કહીને ગયે. અને છેડી પૂછપરછ કરી મેડો આવીને રાજાને કહેવા લાગ્યું કે, ગંગાનું પાણી પશ્ચિમમાંથી પૂર્વમાં જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org