________________
નવમું] આ સુસ્થિતરિ આ૦ સુપ્રતિબહરિ ૨૧૯ થઈ ગયો છે. આ સમય સુધી કલિંગમાં જૈનધર્મનું પ્રાબલ્ય હતું. ને આવનાર દિમી પણ જૈનત્વથી રંગાઈ જતે હતે. માટે જ વેદધર્મના આચાર્યોએ એક નિયમ બનાવી રાખ્યો હતે કે
सिन्धु-सौवीर-सौराष्ट्रांस्तथा प्रत्यन्तवासिनः। अङ्ग-बग-कलिङ्गांश्च, गत्वा संस्कारमर्हति ॥
આ લેખ ઉપરથી સમજી શકાય છે કે. ભુવનેશ્વરનું તીર્થ એ અસલી શિવતીર્થ નથી. આપણે જાણીએ છીએ કે સમ્રાટ ખારવેલે અહીં જૈન મંદિરે વગેરે બનાવ્યાં હતાં. શંકરાચાર્યના અનુયાયીઓએ ધર્મ આક્રમણ કર્યું ત્યારે જગન્નાથપુરી વગેરે જૈનતીર્થો જ શિવતીર્થો બન્યાં છે, તેવું જ અહીં પણ બન્યું છે. એટલે કે ભાસ્કરેશ્વર એ પ્રાચીન જિનમંદિર છે. જો કે લેખક અહીં બૌદ્ધ વસ્તુ હોવાનું જણાવે છે તે માત્ર જૈન થાપત્ય અને જેને ઈતિહાસનું જ્ઞાન ન હોવાના કારણે હોય એમ લાગે છે. આ સ્થાનમાં બૌદ્ધો કરતાં જેને વધારે લાગેવળગે છે, એ વાત તે ત્યાંની હાથીગુફાના લેખે જ પુરવાર કરી આપે છે. આથી સ્પષ્ટ છે કે, ભુવનેશ્વર, ઉદયગિરિ વગેરે વગેરે જૈન ધર્મનાં પ્રાચીન કેંદ્રો છે.
એક વિદ્વાન લખે છે કે, ઓરિસાના ભુવનેશ્વરની પૂર્વે ૨ માઈલ દૂર કરાતત્વખાતાએ બી. બી, લાલની દેખરેખ નીચે ખેદકામ કર્યું છે, તેમાં લગભગ એક માઈલ લાંબે, એક માઈલ પહે, ૮ દરવાજાવાળો સમચોરસ શિશુપાલગઢ નીકળ્યો છે, જેને પાયા આશરે ૧૦૦ ફુટ પહે છે ચારે બાજુ ખાઈ છે તેમાં આજે પણ પાણી ભરેલું છે. સમ્રાટ ખારવેલે કલિંગ નગરને ગઢ સમરાવ્યો હતો તેમ શિલાલેખમાં સુચન છે તો તે લિંગનગર તે આ શિશુપાલગઢ જ હવે જોઈએ. એટલે આ ભારતવર્ષને ૨૧૦૦ વર્ષ જૂને કિલે છે.
(“પ્રજાબંધુ', તા. ૧૫-૮-૧૯૪૮ જે. સ. પ્ર. ક. ૧૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org