________________
૨૨૪ જેન પરંપરાને ઈતિહાસ
[પ્રકરણ બીજા મુનિએ તેના શરીરને નિગ્ન સ્થાનમાં લઈ જઈને પાઠવી દેતા હતા, પરિણામે તે શરીર જનાવરોના કામમાં આવતું હતું, એવી પ્રવૃત્તિ હતી. આ આચાર્યના સમયમાં ચંદેરી નગરીમાં એક સાધુ કાળધર્મ પામ્યા એટલે તેના દેહને સાધુઓએ વેસરાવ્યું અને પછી ગૃહસ્થોએ તેને અગ્નિસંસ્કાર કર્યો એ રીતે આ આચાર્યશ્રીના સમયમાં અગ્નિદાનની પ્રથા ચાલુ થઈ છે, જે આજે પણ તે રૂપે જ ચાલુ છે.
આ અરસામાં જૈનશાસનમાં ઘણું પ્રભાવક પુરૂ થયા છે. જેમાંના મુખ્ય મુખ્ય નીચે પ્રમાણે છે.
આ૦ શ્યામાચાર્ય શિષ્ય આ પાંડિલ્ય, આય કાલકરિ, આર્ય ખટાચાર્ય, પાદલિપ્તસૂરિ, આ રુદ્રદેવસૂરિ, આ શમણસિંહસૂરિ, આ ધર્મસૂરિ, વૃદ્ધવાદિસૂરિ અને આ સિદ્ધસેન દિવાકર તથા સમ્રાટ વિક્રમાદિત્ય અને સાતવાહન વગેરે.
આ યામાચાર્ય અને તેના શિષ્ય આ પાંડિલ્યનો પરિચય વાચકવંશ પૃષ ૧૮૧ માં આવી ગયા છે. બીજા કાલિકાચાર્ય
तह गद्दभिल्लरजस्स, छेयगो कालिगायरिआ होही। तेवण्णचउसएहिं, गुणसयकलिओ सुअपउत्तो ॥ छत्तीस गुणोववेओ, गुणसयकलिओ पहाजुत्तो॥
(અપાપાખડકપ, દુસમકાલસમણુસંધથયું અવસૂરિ) આ નામના ૪ આચાર્યો થયા છે, જેમાંના એક શ્રી આર્ય શ્યામાચાર્ય (પ્રથમ કાલકાચાર્ય)ને ઉલેખ આવી ગયા છે.
બીજા કાલિકાચાર્યનો પરિચય નીચે પ્રમાણે છે.
તેમનું જન્મ સ્થાન ધારાવાસ નગર છે. ત્યાંના રાજા વીરસિંહ તેમના પિતા, અને રાણી સુસુંદરી તેમની માતા હતી, તેમનું પિતાનું નામ “કાલક” કુમાર હતું, તેમને સરસ્વતી નામે એક બહેન હતી. આ બહેન રૂપરૂપને અંબાર હતી, તેમજ તેના નામ પ્રમાણે ગુણ હતા. જાણે સાક્ષાત સરસ્વતી જ હોય એવી આ સરસ્વતી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org