________________
અગિયારમું ] આ શીનિસરિ
૨૨૯ આ કાલિકની પરંપરામાં આ૦ નાગહસ્તિ, આ૦ પાદલિપ્તસૂરિ થયા. (પાદલિપ્તસૂરિ પ્રબંધ) વિદ્યાધઆનાથમાં પાદલિપ્તસૂરિના વંશમાં આ૦ પંડિલ્ટ આ વૃદ્ધવારિજી થયા. (વૃદ્ધવાદિસૂરિ પ્રબંધ) અને પાંડિલ્યગચ્છમાં આ ભાવદેવસૂરિ થયા (વીરસૂરિ પ્રબંધ) આને અર્થ એ જ થાય છે કે વાચકવંશના વાચનાચાર્ય ગુણ સુંદરસૂરિના શિષ્ય ચોદપૂરી આ૦ શ્યામાચાર્ય થયા. તેની વાચક– પરંપરામાં સ્થ૦ કેડિક્ષના શિષ્ય સ્થ૦ નાગરિ, આ પાદલિપ્તસૂરિ, આ૦ સ્કંદિલાચાર્ય, આ વૃદ્ધવાદિજી થયા છે અને આ કંદિલની પરંપરામાં આ ભાવદેવસૂરિ થયા છે. આ ભાવેદેવસૂરિની નવમી પાટે થયેલ ત્રીજા ભાવેદેવસૂરિ સં. ૧૩૧૨ના “શ્રી પાર્શ્વનાથ ચરિત્રમાં તેમજ “કાલિકામાં “કાલિકાચાર્યના વંશમાં ખંડિલ ગછ ઉત્પન્ન થયેલ છે અને પોતે આ કાલિકના સંતાનીય છે? એમ સ્પષ્ટ કરે છે. એટલે એ નક્કી છે કે આ કાલકસૂરિ પછી આ. ષડિલ્યથી ખંડિલૂગછ નીકળે છે અને તેમાં આ ભાવદેવસૂરિ થયા છે.
ઇતિહાસના આધારે કાલિકાચાર્ય ચાર થયા છે. તેમાંના ત્રીજા કાલિકાચાર્ય વાશાખામાં અને ચોથા પ્રાયઃ નાઈલકુલમાં થયા છે. જ્યારે પહેલા અને બીજા કાલિકાચાર્ય આ૦ ગુણાકરસૂરિ અને આ અંદિલસૂરિના વચલા ગાળામાં વિદ્યાધરવંશમાં થયા હોય એમ ઉપરના લખાણુ–સંકતે ઉપરથી અનુમાન કરી શકાય છે.
પંડિલગછ એ આ કાલકની સંતતિનો સ્વતંત્ર ગચ્છ છે, કિંતુ આ વસેનસૂરિના સમયમાં શ્રમણસંઘે મળી ચાર કુની વ્યવસ્થા કરી, ત્યારે આ ગ૭ ચંદ્રકુળમાં સામેલ થયો હશે. તેથી જ આ પ્રભાચંદ્રસૂરિ પંડિલગચ્છને ચંદ્રગચ્છ તરીકે જ ઓળખાવે છે. આથી એ પણ અનુમાન થાય છે કે તે કુળવ્યવસ્થામાં કંદિલાચાર્યની સંતતિ ચંદ્ર કુળમાં ભળી ગઈ હશે. ગમે તે હે પણ કાલિકાચાર્યની પરંપરામાંથી પંડિલગ છે. નીકળે છે. (વીર સં. ૪૧૪ લગભગ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org