________________
નવમું] સુસ્થિતસૂરિ આ સુપ્રતિબદ્ધસૂરિ ર૧૭
આ રાજાને પ્રતાપ રાજ્યકાળના બીજા વર્ષમાં જ મહી નદીથી કૃષ્ણ સુધી પ્રસર્યો હતે, પછી તે એની વિજય પતાકા ભારતવર્ષમાં ઉત્તરાપથથી માંડીને પાંડચ દેશ સુધી ફરતી થઈ હતી. ખારવેલે મગજ પર ચઢાઈ કરી ભ૦ શ્રીષભદેવની પ્રતિમા કે જે “કલિંગજિન” તરીકે વિખ્યાત હતી, તેને પાછી કલિંગમાં લાવી કુમારગિરિ પર મંદિરમાં પધરાવી હતી. કલિંગની રાણીએ જૈન સાધુઓ માટે વિહાર બંધાવ્યા હતા. શ્રમને વસ્ત્રો આપ્યાં હતાં. રાજાએ આગમોને સંગ્રહ કરાવ્યો હતો વગેરે. (જૈન પ્રાચીન લેખ સંગ્રહ, ભા. ૧ જીન સાહિત્ય સંશોધક, વર્ષ ૩, અં. ૪)
શ્રીયુત જયસ્વાલ મહદય આ લેખની સમીક્ષા કરતાં ઊમેરે છે કે, “આ પરથી જણાય છે કે, ઈ. સ. પૂર્વે ૪૫૮ વિ. સં. પવે ૪૦૦ વર્ષે ઉડીસામાં જૈનધર્મ એટલે પ્રચાર હતો કે ભગવાન મહાવીરના નિવણ પછી ૭૫ વર્ષમાં જ ત્યાં મૂર્તિઓ પ્રચલિત થઈ ગઈ હતી. જેનસૂત્રોમાં લખ્યું છે કે, ભગવાન શ્રી મહાવીર પિતે ઉડીસામાં ગયા હતા અને ત્યાં તેમના પિતાના એક મિત્ર રાજ્ય કરતા હતા. આ ખંડગિરિના લેખમાં લખ્યું છે કે, કુમારી પર્વત પર અર્થાત ખંડગિરિ ઉપર જ્યાં આ લેખ છે ત્યાં ધર્મવિજયચક્ર પ્રવર્યું હતું, અર્થાત્ ભગવાન મહાવીરે પોતે જ અહીં જેનધર્મને ઉપદેશ કર્યો હતો, અથવા તેના પૂર્વવતી કઈ જિન-તીર્થકર ઉપદેશ કર્યો હતે. ત્યાં પર્વત ઉપર એક કાયનિષદી અર્થાત જેનસ્તૂપ હતું, જેમાં કોઈ અરિહંતનું અસ્થિ દાટવામાં આવેલું હતું. ખારવેલની યા એના પહેલાના વખતની એવી અનેક ગુફાઓ અને મંદિરો આ પર્વત ઉપર છે, કે જેના ઉપર પાર્શ્વનાથનાં ચિહ્નો તેમજ પાદુકાઓ છે, જે કેરી કાઢેલાં છે, અને બ્રાહ્મી લિપિના લેખવાળાં છે. તેમાં “જેન સાધુઓ રહેતા હતા.” એ વાતને ઉલ્લેખ છે. આ ઉપરથી એ સ્પષ્ટ છે કે આ સ્થાન એક જૈનતીર્થ છે તેમજ ઘણું જૂનું છે.
(જેન સાહિત્ય સંશોધક ખંડ ૩ જે, અંક ૪, પૃ. ૯૬).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org