________________
આઠમુ ] આ મહાર અને આય સુહસ્તિસૂરિ
૧૯૭
૩૬. આ॰ જ્યેષ્ટાંગણુ-વી. સં. ૧૪૦૦ થી ૧૪૭૧ આ. વિમલચંદ્રસૂરિના શિષ્ય વીરણુજી તે યુગના યુગપ્રધાન છે. સ’ભવે છે કે તે અંગવિદ્યાના જ્ઞાતા હતા અને ગણિ તરીકે પ્રસિદ્ધ હતા એટલે તેઓ જ જ્યેષ્ટાંગ ગણિ હાય.
૩૭. આ૦ ફલ્ગુમિત્ર-વી. સ. ૧૪૭૩ થી ૧૫૨૦.
૨૮. આ૦ ધઘાષ-વી. સ. ૧૫૨૦ થી ૧૫૯૮. તેઓ રાજગચ્છના આ શીલભદ્રસૂરિના ત્રીજા પટ્ટધર છે. નાગારના રાજા આણુ અને શાકભરીના રાજાએ અજયરાજ, અનાજ તથા વિગ્રહરાજ વગેરે તેમને ગુરુ તરીકે માનતા હતા; જે રાજાઓના સત્તાસમય વિ. સં. ૧૨૦૦ લગભગના છે.
નિહવાઃ
રાજા જે ધર્મ અપનાવે તે રાજધમ કહેવાય છે. રાજધમની અસર જનતા અને સમકાલીન ધર્મ ઉપર થાય એ સ્વાભાવિક છે. તેમજ તત્કાીન વિભિન્ન ધર્મમાં રાજધની અસર નીચે આંતરિક સ'ઘણુ ઉત્પન્ન થાય એ પણુ સહજ છે. સમ્રાટ અશાક ખોદ્ધધર્મી બન્યા એટલે મૌદ્ધધર્મ ને રાજ્યાશ્રય મળ્યેા. એ મૌદ્ધધર્મના ક્ષણિકવાદ શૂન્યવાદ કે ક્રિયાક્ષણવાદ વગેરેની અસર બીજા દÖના ઉપર શું થઈ તેના આપણુને વ્યવસ્થિત ઈતિહાસ મળતા નથી, કિન્તુ જૈનદર્શન ઉપર તેની કંઈક અંશે અસર થઈ હોય એવું તત્કાલીન નિહ્નવાના ઇતિહાસમાંથી મળી શકે છે.
* ગૌતમ બુદ્ધના નિર્દેણુ નાં ૧૦૦ વષૅ ગયા બાદ વૈશાલીમાં બૌદ્ધ સંગતિ ( પરિષદ ) મળી, જેમાં તેના બે વિભાગા પડયા, ૧ ધ સ્થવિરવાદ અને ૨ મહાસાંધિક. વળી, ખીજા થાય વર્ષોં વીત્યા બાદ બૌધમ માં ૧૮ નિકાય ( સંપ્રદાય ) થયા. ત્યાર પછી સમ્રાટ અોફ થયી છે. મહા સધિકમાં એક ચૈત્યવાદી નામે સંપ્રદાય હતા; તેમજ મહાસાંધકની આધિશાખામાં વૈપુણ્યવાદ નામના સ'પ્રદાય જન્મ્યા હતા, જે મહાશૂન્યવાદી શ'પ્રદાય હતેા, જે મંત્રયાન, વજ્રયાન અને ૮૪ સિદ્ધ્મા (૮૪ નાથ) તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યા છે. બૌદ્ધ વિદ્વાનેા લખે છે કે મંત્રયાન સૂત્રો ઈ. સ. પૂર્વે ૪૦૦ થી ૨૦૦ સુધીનાં મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org