________________
૨૦૨ જૈન પરંપરાને ઇતિહાસ
[ પ્રકરણ છે. કોઈ કોઈ સિકકામાં : ની નીચે પ્રસ્થતિક) પણ મળે છે. આ સિક્કો તેના રાજ્યશાસન ઉપર સુંદર પ્રકાશ પાડે છે.
સામાન્ય રીતે મૌર્ય સિક્કાઓમાં ઉપર નીચે ગૌ અને જો શબ્દ છે. બીજી બાજુ ઉપર-નીચે . અને R ચિહ્નો છે. જેને હંમેશાં દેરાસરમાં પ્રભુની સામે ચેખાની આવી નિશાનીઓ કરે છે.
(મેડન રીવ્યુ, સને ૧૯૩૪ જુન અક પૃષ્ઠ ૨૪૭) - “હિમવંતસ્થવિરાવલીના ઉલ્લેખ પ્રમાણે સમ્રાટ સંપ્રતિ વીર સં. ૨૪ માં જેનધર્મનું આરાધન કરી સ્વર્ગે ગયેલ છે. તેને કંઈ સંતાન ન હતું. અવનિત પાર્શ્વનાથ તીર્થ:
આ૦ સુહસ્તિસૂરિના હાથે ઉજજૈનમાં અતિપર્વનાથની સ્થાપના થઈ છે, જેને ઈતિહાસ નીચે મુજબ છે: - આર્ય સુહરિતસૂરિજી વિહાર કરતા કરતા વિદિશામાં શ્રી જીવિત સ્વામીનાં દર્શન કરી ઉજજૈનમાં પધાર્યા છે અને ભદ્રા શેઠાણીની વસતીમાં ઊતર્યા છે. આચાર્યશ્રી એકવાર સંધ્યા સમયે નલિનીશુભ વિમાનના વર્ણનવાળા અશયનનું પરાવર્તન કરવા લાગ્યા, આ વખતે ભદ્રા શેઠાણના પુત્ર અવન્તિએ પિતાના મહેલના સાતમે માળે બેઠા બેઠા આ અધ્યયન સાંભળ્યું અને એને ઊહાપિઠ કરતાં જાતિસમરણ જ્ઞાન થયું. તરત જ તેણે નીચે ઊતરી સરિજી પાસે આવીને કહ્યું: “ભગવાન ! હું ભદ્રા શેઠાણનો પુત્ર છું. આપ જેનું વર્ણન કરે છે તે નલિની ગુમ વિમાનથી હું આ છું અને ફરી ત્યાં જવા ઈચ્છું છું માટે મને દીક્ષા આપો.' ' સૂરિજી બોલ્યા-વત્સ ! સંયમપંથ સુલભ કે સરળ નથી. અહીં તે મીણના દાંતે લેઢાના ચણા ચાવવા જેવું છે. વત્સ! અગ્નિને સ્પર્શ કર સુલભ છે, પરંતુ જિનપ્રણીત અતિચાર રહિત વ્રત પાળવાં દુષ્કર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org