________________
૧૦૪
જેન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ આ અવન્તિસુકુમારની તે ગર્ભવતી સ્ત્રીએ મહાકાળી નામના પુત્રને જન્મ આપે હતું. મહાકાલે વિ. સં. ર૫૦ લગભગમાં ક્ષપ્રાના કાંઠે પિતાના સ્મારકરૂપે શ્રીઅવનિપાનાથજીનું ગગગચુંબી ભવ્ય મંદિર સ્થાપ્યું, જેનું બીજું નામ મહાકાળનું મંદિર હતું, જે રાજા પુષ્યમિત્રના કાળમાં મહાકાળ મહાદેવના મંદિર તરીકે બની ગયું હતું. સમય જતાં મહારાજા વિક્રમાદિત્યના ધર્મગુરુ આ સિદ્ધસેન દિવાકરે ત્યાં પાર્શ્વનાથજીની મૂર્તિ પ્રગટ કરી છે અને તેમના ઉપદેશથી અવનિતપાશ્વનાથના મંદિરને જીર્ણોદ્ધાર થયે છે, આજે તે સ્થાન અવન્સિપાશ્વનાથના તીર્થ તરીકે પ્રસિદ્ધ છે. જૈન ગુફાઓ :
સમ્રાટ સંપ્રતિ ઉજજૈનમાં યુવરાજપદે હતું ત્યારે જ તેણે દક્ષિણપથમાં અને સૌરાષ્ટ્રમાં પિતાની આણ ફેલાવી દીધી હતી. આથી આંબ, દ્રવિડ વગેરે દક્ષિણમાં અને સૌરાષ્ટ્રમાં ત્યારથી આરંભીને એટલે મૌર્યકાળ, ક્ષત્રપાળ અને ગુપ્તકાળમાં અનેક જૈન ગુફાઓ બની છે, અનેક જૈન તીર્થો વધ્યાં છે. - દક્ષિણમાં-કૃષ્ણા નદીના કિનારે અયવલીની ગુફા, અઈહેલ ગુફા, ખાનદેશની સામે ગુફા, ચેવલા પાસેની અણુકીટણકીની ગુફાઓ, જેનું વર્ણન ઉ. મેઘવિજ્યજીએ મેઘદૂતસમસ્યલેખ . ૪૭ માં કરેલ છે. કારૂસાની ગુફા, ઔરંગાબાદની ગુફા, મોમીના બાદની ગુફા, ચમારના જૈન ગુફા, જેમાં વિક્રમાદિત્યના સમકાલીન આચાર્ય આર્ય કાલકના નામવાળે શિલાલેખ છે અને ઈલેરાની ગુફા જ્યાં સમ્રાટ સંપ્રતિએ ભગવાન નેમિનાથને પ્રાસાદ બનાવ્યો હતે, વગેરે વગેરે..
સૌરાષ્ટ્રમાં તાલધ્વજગિરિ, ઓસમગિરિ, ઢંકગિરિ વગેરે જૈન ગુફાઓ પ્રસિદ્ધ છે.
પહાડપુર-બંગાળમાં (ગર જિલ્લામાં E. B. Rના જમાલગંજ સ્ટેશનથી ૩ માઈલ દૂર) પહાડપુર ગામ છે, જેનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org