________________
૧૮૦ જૈન પરંપરાને ઈતિહાસ
પ્રકરણ એટલે એક યુગપ્રધાનનું સ્વર્ગગમન થતાં બીજા આચાર્યમાં સુગપ્રધાનનાં લક્ષણે પ્રકટે છે અને તે ત્યારથી યુગપ્રધાન બને છે. આ રીતે યુગપ્રધાનની સાંકળ જેડાતી રહે છે. પાંચમા આરામાં એક પછી એક ૨૦૦૪ યુગપ્રધાન થવાના છે, જેમાં ૨૩ મહાન યુગપ્રધાન થશે, જેઓ જૈનધર્મને ઉસ્થિતિમાં લાવી મૂકશે. આ આચાયોને યુગપ્રધાન કાળ એતિહાસિક સાલવારીને વ્યવસ્થિત કરવામાં બહુ મદદગાર થઈ પડે છે. આ શ્રીસુહસ્તિસૂરિ પછી આ૦ ગુણસુંદરસૂરિ યુગપ્રધાન થયા છે.
આ પ્રમાણે ત્રણ શ્રમણ પરંપરાઓ ચાલી છે, જે પૈકીની પહેલી પરંપરાને આગળનાં પ્રકરણમાં બતાવીશું અને છેલ્લી બને પરંપરાને અહીં આપીએ છીએ. વાચકવંશપરંપરા (વિદ્યાધરવંશ) :
આ. સુહસ્તિસૂરિ પછીની વાચક વંશપરંપરા શ્રીનંદીસત્ર સ્થવિરાવલી અને શ્રીહિમવંત સ્થવિરાવલીમાં નીચે મુજબ આપી છે.
૮. આચાર્ય સુહસ્તિસૂરિજી.
૯. આર્ય બહુલ અને બલિસહ–આ બને આર્યમહાગિરિજીના શિષ્ય છે, તેઓ શરૂઆતમાં જિનકલ્પીની તુલના કરતા હતા. પછી સ્થ, બલિસહસૂરિ સ્થવિરકલપી બન્યા અને બંને ગુરુભાઈઓને ગણ એક જ હતું તેથી આ આચાર્યની શિષ્યપરંપરા ચાલી. આ. બલિસહે અંગવિદ્યા શાસ્ત્રની રચના કરી છે.
૧૦. આ સ્વાતિજી–આ આચાર્યનું જીવનચરિત્ર કંઈ જ મળતું નથી. ઉચ્ચાનાગર શાખામાં પણ વાચક ઉમાસ્વાતિજી થયા છે. જેમણે “તત્વાર્થસૂત્ર” વગેરે ગ્રંથે બનાવ્યા છે, તેઓ આ સ્વાતિસૂરિથી જુદા છે અને ઘણા પછીના સમયમાં થયા છે.
૧૧. આ. શ્યામાચાર–આ પહેલા કાલિકાચાર્ય છે. “પ્રભાવકચરિત્રના ઉલ્લેખ પ્રમાણે તેઓ યુગપ્રધાન ગુણકર (આ૦ મેઘાણી)સૂરિના શિષ્ય હતા, તેમનાં વી, સં. ૨૮૦માં જન્મ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org