________________
૧૭૮
જેન પરંપરાનો ઇતિહાસ
પ્રિકર છે. આ રક્ષિતસૂરિ. ૮. આ૦ રોહગુપ્તસૂરિ.
૯. આ ઋષિગુપ્તસૂરિ–તેમનાથી માનવગણ નીકળે છે, જેની ૧ કાસવજિયા, ૨ ગોયમજિયા, ૩ વાસિદિયા અને ૪ સરદિયા એમ શાખાઓ તથા ૧ ઈસિગુત્તિઓ, ૨ ઈસિદત્તિઓ, અને ૩ અભિયન્ત એ ૩ કુલે હતાં. સમ્રાટ સંપ્રતિના ધર્મ પ્રચાર પછી સૌરાષ્ટ્ર તરફ પહેલવહેલા આ ગચછના શ્રમ આચા હોય એમ લાગે છે.
૧૦. આ શ્રીગુપ્તસૂરિ–તેમનાથી ચારણ ગણ નીકળે છે, જેની ૧ હારિયમાલાગારી, ૨ સંકાસીઆ, ૩ ગધુયા, અને ૪ વજજનાગરી એ ૪ શાખાઓ, તથા ૧ વાલિજ, ૨ પીઈમ્પિ, ૩ હાલિજજ, ૪ ૫. સમિતિજ, ૫ માલિજજ, ૬ અજય અને ૭ કહસહ એ ૭ કુલે હતાં.
૧૧. આ. બ્રણગણું. ૧૨. આ. સમગણ.
આ સુહસ્તિસૂરિના આ મુખ્ય શિષ્ય છે. તે સિવાય એક આ. કલહંસરિનું નામ “પ્રભાવકચરિત્રમાં મળે છે કે, જે આ સુહરિતસૂરિના શિષ્ય હતા, સિંહલની રાજકુમારી સુદર્શન ભરૂચના અચાવબોધ તીર્થમાં અનશનપૂર્વક મરી દેવી થઈ હતી અને તે પિતાની ચિત્રદેવીઓ સાથે દિવ્ય પુષ્પો લાવી જિનેશ્વરની પૂજા
કરતી હતી પરંતુ તે ભરૂચ શહેરના ઉદ્યાનના સમસ્ત ફૂલને વિણ લેતી એટલે બીજા કોઈને કૂલ મળે નહીં અને જિનેશ્વર સિવાયના ઈતરદેવોની ફુલપૂજા થાય નહિ, આ રીતે ગડબડ થવા લાગી. આ. કુલહંસસૂરિએ સુદર્શનાદેવીને સમજાવી, તેમ કરતાં રોકી રાખી અને ભરૂચના ઈતરદર્શનીઓને પુષ્પપૂજામાં હરત પડતી હતી તે દૂર કરી. પછી સમ્રાટ સંપ્રતિએ આ અશ્વાવબોધ તીર્થને બહાર કરાવ્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org