________________
૧૭૬
જેન પરંપરાને ઇતિહાસ પ્રકરણ સ્થ૦ ઉત્તર અને બલિરૂહથી “ઉત્તર બલિ સહ” નામે ગણ નીકળે છે, જેની ૧ કેસમ્મીઆ, ૨ સોઈરિયા, ૩ કોઠંબાણી અને ૪ ચન્દનાગરી-એમ ૪ શાખાઓ હતી. આથી એ નક્કી છે કે આ શ્રમણુસંધ તે તે પ્રદેશમાં વધુ વિહાર કરતો હતે.
આર્ય સુહસ્તિસૂરિને વીર સં. ૧૧ માં જન્મ, સં ૨૧૫ માં દીક્ષા, સં. ૨૪૫ માં યુગપ્રધાનપદ, અને સં. ૨૯૧ માં ૧૦૦ વર્ષની ઉમરે ઉજજૈનમાં સ્વર્ગગમન થયું છે.
તેમને ઘણું શિખ્યા હતા. તે પૈકીના ૧૨ શિ, ગણે. અને કુલાની યાદી નીચે મુજબ છે:
૧ સ્થવિર આર્ય રહણ, તેમનાથી “ઉદેહ ગણું નીકળ્યો છે, જેની ૧ ઉદ્બરિજિયા, ૨ માસપૂરિઆ, ૩ મઈપત્તિઓ અને ૪ પુણપત્તિઓ–એ ૪ શાખાઓ તથા ૧ નાગભૂય, ૨ સમભૂય, ૩ ઉલગચ્છ, ૪ હસ્થેલિજ, ૫ મન્દિરાજ, અને ૬ પરિહાસયએ ૬ કુલ હતાં.
ઉદેહગણ અને નાગભૂય કુલને કનિષ્ઠ સં. ૭ ને પ્રતિમાલેખ મળે છે. (“પ્રાચીન લિપિમાલા” પૃ. ૨૪)
૨. આ૦ ચશભદ્રજી, તેમનાથી ઉડવાડિય ગણ નીકળે છે. જેની ૧ ચંપિજિયા, ૨ ભફિજિયા, ૩ કાકનિયા, અને ૪ મેહલિજિયા–એ ૪ શાખાઓ તથા ૧ ભજસ, ૨ ભદ્રગુપ્ત અને ૩ જસભદ્દ એ ત્રણ કલે હતાં.
તેમને એક શિષ્ય પરિવાર વિદિશાની આસપાસમાં વિચરતે હતે, જે વિદિશાના ઉપનગર લાલપુરના નામથી ભદિનિજયા શાખા અને ભદ્રગુપ્ત કુલના નામે જાહેર થયેલ છે. વિદિશાથી ૪ માઈલ પર ઉદયગિરિની પહાલમાં ૨૦ જેને ગુફાઓ છે, તેમાંની ૨૦મી ગુફામાં ભદ્રાયશાખાના આ૦ શંકરે ગુપ્ત સં. ૧૦૬ માં પાર્શ્વ. નાથની પ્રતિષ્ઠા કર્યા શિલાલેખ છે. (આ લેખ માટે જુઓ: ૫.૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org