________________
આઠમું ] આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૭૫
આથી આગળ વધીને સંપ્રતિ રાજાએ પોતાની દાનશાળાએમાં રસેઇયાને સમજાવ્યા હતા કે, મુસાફરોને દાન આપ્યા બાદ પાછળ વધેલો આહાર શ્રમણ ભિક્ષુઓને આપ. આ વ્યવસ્થા માટે તેમને પગાર ૫ણું ખૂબ આપતે હતો. રસોઈયાઓ ખૂબ જ ભકિત અને પ્રેમથી મુનિવરને આહારદાન આપતા હતા. કિન્તુ આ સમાચાર જિનકલ્પી આર્ય મહાગિરિને મળતાં તેમણે “આ રાજપિંડ છે, આપણને ન કપે” વગેરે કહી આર્ય સુહસ્તિને ઉપાલંભ આપી, આ આહાર લેવાનું બંધ કરાવ્યું હતું. કિંતુ અહીં જે મહાન સત્ય નીકળે છે તે એ જ કે રાજાને જૈનધર્મના પ્રચારની અપૂર્વ ધગશ અને ખરી લાગણી હતી, તેમજ ધર્મપ્રચારક ધર્મગુરુઓને આહારાદિની મુશ્કેલી ન રહે અને તેઓ પૂબ જ ધર્મપ્રચાર કરે, એ જ એક ભાવના હતી.
આર્ય મહાગિરિજીને વર સં. ૧૪પ માં જન્મ, સં. ૧૭૫ માં દીક્ષા, સં. ર૧૫ માં યુગપ્રધાનપદ અને સં. ૨૪૫ માં ૧૦૦ વર્ષની ઉંમરે દશાર્ણ દેશના ગજેન્દ્રપદતીર્થમાં વર્ગગમન થયાં છે.
તેમની શિષ્ય પરંપરા નીચે પ્રમાણે છે:
“શ્રીક૯પસૂત્ર'ના ઉલેખ પ્રમાણે તેમને ૧ સ્થવિર ઉત્તર (બહુલ), ૨ સ્થ૦ બલિસહ, ૩ સ્થ૦ ધનાઢય, ૪ સ્થળ શ્રીઆઢય, ૫ સ્થ૦ કૌડિન્ય, સ્થ૦ નાંગ, ૭ સ્થ૦ નાગમિત્ર અને ૮ કૌશિક ગોત્રના વલ્લક હગુપ્ત એ મુખ્ય ૮ શિષ્ય હતા. એક રીતે તે આ આઠેને સાક્ષાત શિષ્ય માનવા કરતાં પરંપરાગત શિ માનવા, એમ વધારે બંધબેસતી વસ્તુ છે.
ઘણું ઉન્નતિ કરી અને રાજપૂતાના તથા તેની આસપાસના પ્રદેશોમાં પણ તેણે કેટલાંક જૈનમંદિર બંધાવ્યાં હતાં.
વિ. સં. બીજી શતાબ્દીમાં બનેલા મથુરાના કંકાલીટીલાવાળા જૈન સ્તૂપ પરથી તથા અહીંના કેટલાક અન્ય સ્થાનેથી મળેલા પ્રાચીન શિલાલેખો તથા અતિથી માલમ પડે છે કે તે સમયે પણ અહીં રાજ પૂતાનામાં જૈનધર્મને સારા પ્રચાર હતો. (“રાજપૂતાનેકા ઇતિહાસ')
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org