________________
સાતમું]
આ૦ શ્રીરલિભદ્રસૂરિજી જ્યારે વાચના સમાપ્ત થઈ ત્યારે આચાર્ય શિષ્યોને સાચી વાત જણાવી. પુનઃ શરીર છોડી દેવામાં પ્રયાણ કર્યું. શિગે તે આ વાત સાંભળીને આભાજ બની ગયા. સાથોસાથ એવા વહેમી બની ગયા કે ગુરુમહારાજે તે દેવ હોવા છતાં દેહધારી બની આપણને વંદન કરાવ્યું. ન માલમ સાથેના સાધુઓ પણ એવા જ દેહધારી નહીં હોય? દેવ તે અવિરતિ હોય, અપચ્ચકખાણ હોય, તેને વંદન થાય જ કેમ? માટે સાથેના સાધુઓને વંદન કરવું ઉચિત નથી. એક નહીં, બે નહીં કિતુ તે દરેક સાધુ શંકાના ચકાવામાં ફસાયા, અંદરોઅંદરનો વંદનવ્યવહાર બંધ કરી બેઠા અને અવ્યકતવાદી સ્વછંદી બની ગયા. તેઓ વિહાર કરતા કરતા રાજગૃહીમાં આવ્યા. ત્યારે રાજા મોર્ય બળભદ્ર હતું. તેણે આ સ્થિતિ જોઈને તેને ઉપાય કર્યો. તેણે પ્રથમ તે આ સાધુઓને પકડાવી માર મરા. જ્યારે સાધુએ પૂછયું કે, “તું શ્રાવક થઈને ગુરુઓને કેમ મારે છે?” ત્યારે તેણે ઠાવકું સુખ કરી જણાવ્યું કે, “ન માલુમ, આપ સાધુ છે કે આપના શરીરમાં કોઈ ચાર ઘૂસી ગયા છે. વળી, ન માલૂમ હું શ્રાવક છું કે મારા શરીરમાં કઈ દેવ ઊતરી આવ્યો છે!” બસ! આ યુક્તિથી સાધુઓને ભ્રમ ભાંગી ગયે, સંશય નીકળી ગયો. તેઓ “મિચ્છામિ દુકડ” દઈ સન્માર્ગમાં આવી ગયા અને અંદર અંદર વંદન કરવા લાગ્યા.
ભગવાનના શાસનમાં ૯ નિહ થયા છે, તેમાં આ ત્રીજો નિહલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org