________________
૧૬૮
જેન પરંપરાને ઈતિહાસ [ પ્રકરણ આથી ચાણકયે સંસારની આવી દશા જોઈ મુનિ પણું સ્વીકારી નગર બહાર જઈ અણસણ કર્યું. રાજાને ચેડા સમય પછી સત્ય વસ્તુનું ભાન થયું. તેને પોતાની ભૂલ સમજાતાં તેણે ચાણકય પાસે જઈને ક્ષમા યાચી પુનઃ મંત્રીપદ ગ્રહણ કરવા આગ્રહ કર્યો. સુબધુ આ સમાચાર જાણ, રાજા પાસે ગયે ને પિતાની ભૂલની ક્ષમા માગી. તે ચાણક્ય મુનિની પૂજા કરવા ગયે. તેણે ધૂપ અને દીપથી પૂજા કરી પણ તે સળગતે ધૂપ મૂકીને જ ચાલ્યા ગયે. આથી પાસે રહેલાં છાણાં બળવા માંડયાં. ચાણક્ય મુનિ સ્થિર થઈ અપિ િvi gવામિ વગેરે બેલતાં ધ્યાનમાં મૃત્યુ પામી દેવલોક ગયા.
પછી તે રાજા બિંદુસારે સુબધુ મંત્રીને દેશવટે આપે, જે ત્યાં કમેતે મરણ પામ્યું.
(જુઓઃ “પરિશિષ્ટ પર્વ, સંથારાપો , મરણસમાધિ, આવશ્યકનિર્યુક્તિ વગેરે, તથા અનેકાન્ત વર્ષ” રજુ, અં૦ ૧)
કલિકાલસર્વજ્ઞ આ૦ શ્રીહેમચંદ્રસૂરિજી “અભિધાન ચિંતામણિમાં ચાણક્યનાં આ પ્રમાણે ૮ નામ આપે છે. વાસ્યાયન, મલિનાગ, કુટિલ, ચાણકય (પાલી ભાષામાં ચણુકા અને પ્રાકૃત ભાષામાં ચાણકક થાય છે) દ્વામિલ, પક્ષિલસ્વામી, વિષ્ણુપ્ત અને અંગુલ. ચાણકયના ગ્રંથમાં “ચાણક્ય નીતિ, કૌટિલેય અર્થશાસ્ત્ર વાસ્યાયન કામસૂત્ર વગેરે પ્રસિદ્ધ છે
ત્રીજા નિëવ આવ આષાઢાભૂતિના શિષ્યો: વિર સં. ૨૧૪માં આ આષાઢાભૂતિના શિષ્ય અવ્યક્તવાદી ત્રીજા નિતંબ થયા.
આ૦ અષાઢભૂતિ પિતાના શિષ્યોને વાચના દેતા હતા અને એક રાત્રે એચિંતા કાળધર્મ પામી દેવકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. આ ઘટનાની કોઈને ખબર પડી નહીં. આચાર્ય પણ દેવલોકમાં જતાં જ પિતાના શિષ્યોને વાચનાને ક્રમ ચાલુ રાખવા માટે દયા લાવી પિતાને શરીરમાં પ્રવેશ કર્યો ને વાચના ચાલુ રાખી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org