________________
આખું] આ મહાગરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૧૭ ગચ્છનાયક તરીકે શ્રી આર્ય સુહસ્તિસૂરિજી રહ્યા છે. તેઓ
સ્થવિરકલ્પી હતા, તેમજ આર્ય મહાગિરિજીને ગુરુ તુલ્ય માનતા હતા, અને આચાર્યે પ્રાય: સાથે વિચરતા હતા. આર્ય મહાગિરિજી મોટે ભાગે નગર બહાર ઉલાનમાં જ રહેતા અને આર્ય સુહસ્તિસૂરિજી વિશેષતઃ વસતીમાં રહેતા હતા.
એક વાર આર્ય સુહસ્તિસૂરિજી વિહાર કરતા કરતા પાટલીપુત્રમાં પધાર્યા છે અને તેમણે વસુભૂતિ નામના ધનાઢય શ્રેષ્ઠીને પ્રતિબધી જૈનધર્મને અભ્યાસી અને પરમ ઉપાસક બનાવ્યું છે. એ શ્રાવક ગુરુજીની પૂબ ઉપાસના કરતું હતું અને ધર્મતત્તવ પણ ભણત હતો. વસુભૂતિએ સૂરિજીને વિનંતી કરી પિતાને ઘેર પધરાવ્યા અને સૂરિના ઉપદેશથી વસુભૂતિના આખા કુટુંબે જૈનધર્મ સ્વીકાર્યો. એક વાર આર્ય સુહસ્તિસૂરિજી ઉપદેશ માટે એને ઘેર આવ્યા હતા. ત્યારે આર્ય મહાગિરિજી પણ ત્યાં પધાર્યા. આથી આર્ય સુહસ્તિસૂરિજીએ ઊભા થઈ તેમને વંદનાદિથી સત્કાર અને આદર કર્યો, એટલે વસુભૂતિએ પૂછ્યું: “આ કોણ પધાર્યા છે કે જેની આ૫ આટલી ભક્તિ કરે છે?' આર્ય સુહસ્તિસૂરિ બેલ્યા: હે શ્રેષ્ઠી! એ મારા ગુરુ છે. તેઓ સદાયે ત્યાગ કરવા લાયક તુચ્છ આહારદિની શિક્ષા ગ્રહણ કરે છે અને તેવી ભિક્ષા ન મળે તે ઉપવાસી રહે છે.
બીજે દિવસે આર્ય મહાગિરિજીને ગૌચરી જતાં સારે મિણ આહાર મળવા લાગ્યું. પિતે આહાર લીધા સિવાય જ પાછા આવ્યા અને સુહસ્તિસૂરિને કહ્યું: “વત્સ! તમે કાલે જાહેરમાં મારે વિનય કર્યો તેથી આજે મને અનેષણીય આહાર મળે, માટે ફરીવાર આવું કરશે નહીં. આર્ય સુહસ્તિસૂરિએ વિનયથી જણાવ્યું: “તથાસ્તુ
એક વાર આ બંને સૂરિપંગ વિહાર કરતા કરતા જીવિત સવામીની યાત્રાએ જતાં વચમાં અવન્તી નગરીમાં પધાર્યા છે અને જુદી જુદી વસતિમાં ઉતર્યા છે. આ વખતે અહીં રથયાત્રાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org