________________
સાતમું] અ. શ્રીસ્થૂલિભદ્રસુરિજી
૧૬૫ કુણાલ છું.” પછી રાજાને એની હાલત ઉપર કરૂણા ઉપજી અને પછી તે બનેમાં નીચે પ્રમાણે પ્રશ્નોત્તરે થયા.
રાજા – “વત્સ! માગ
કુણાલ–પિતાજી! આપ પ્રસન્ન થયા છે તે કાંકણું આપો?”
રાજા–“કુમાર ! એમાં તે શું માગ્યું ?”
મંત્રીશ્વસ–મહારાજા! કાંકણને રાજવી અર્થ અર્ધરાજ્ય થાય છે. એટલે કે કુમાર રાજ્ય માગે છે.”
અશકા–“વત્સ! તું આંધળે છે. તે રાજ્યને શું કરીશ?” કુણાલઆપના પૌત્ર માટે હું રાજ્ય માગું છું.” રાજા–“પુત્ર કયારે થયો?' કુણાલ–સંપ્રતિ” (હમણાં જ).
આ સાંભળી રાજા પ્રસન્ન થાય છે. બાળકનું નામ “સંપ્રતિ જ રહે છે. રાજા એને યુવરાજપદે સ્થાપે છે. જે ઇતિહાસમાં સમ્રાટ સંપ્રતિ તરીકે પ્રસિદ્ધ છે. એ રાજાને પરિચય આર્ય સુહસ્તિસૂરિજીના ચરિત્રમાં આપવામાં આવશે.
મોર્ય રાજા બલભદ્ર વીર સં. ૨૧૪માં રાજગૃહીમાં મૌર્યવંશી બળભદ્ર રાજા હતો. મૌર્યવંશ વીર સં. ૧૫૫માં પાટલીપુત્રની ગાદીએ આ છે. ત્યારથી મગધને પ્રદેશ તેને આધીન હતું. એટલે વીર સં. ૨૧૪માં મોર્ય રાજાને સુઓ કે મૌવંશી સ્વતંત્ર રાજા મગધનું શાસન કરતા હોય એ સ્વાભાવિક છે. આ રાજા જૈનધમી હતું. તેણે જેનધામમાંથી નીકળેલ આષાઢાચાર્યના નવા અવ્યક્ત મતને દાબી દીધું હતું. આ રાજા જેન છે. આ ઉપરથી કંઈક એવું પણ અનુમાન કરી શકાય છે કે પ્રાય: મૌર્ય રાજાઓ અને મૌર્ય જેનધર્મી હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org