________________
પ્રકરણ સાતમું આચાર્ય શ્રીલિભદ્રસૂરિજી આય સંભૂતિવિજયસૂરિજી અને આ૦ શ્રીભદ્રબાહુસ્વામીની પાટ ઉપર મહાપ્રતાપી અને કામવિજેતા શ્રીસ્થૂલિભદ્રજી આચાર્ય થયા.
તેમનું જન્મ સ્થાન મગધની રાજધાની પાટલીપુત્ર-પાટણા હતું. તે ગૌતમગેત્રીય બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ મંત્રીશ્વર શકટાલ અને માતાનું નામ લહમીદેવી (લાછલદે) હતું. ભારતમાં નવમા નંદનું રાજ્ય ચાલતું હતું અને એની સત્તાનાં સૂત્રો શwાલ મંત્રીશ્વરના હાથમાં હતાં. તે જ્ઞાતિએ બ્રાહ્મણ હોવા છતાં મહાકુશલ અને ચતુર મુત્સદ્દી હતે. નંદ રાજ્યની શરૂઆતથી રાજ્યની લગામ શકટાલના પૂર્વજોના હાથમાં આવી હતી. એ જ અનુભવને વારસો શકટાલને પણ સાંપડ્યો હતો. તેની હિંદ બહારના શકો પર પણ એવી ધાક હતી કે તેનું શકટાલ એવું સાર્થકનામ બની ગયું હતું. મગધની કીર્તિ અને સત્તા એણે દિગંતવ્યાપિની બનાવી હતી. કાશી, કેશલ, અવન્તી, વત્સ, અને અંગ તથા લિચ્છવી વગેરે વગેરે રાજ્ય મગધની આણ હેઠળ હતાં. બધાં રાજ્યો રાજા કરતાં પણ મંત્રીશ્વરથી વધુ ડરતાં અને સાવધ રહેતાં હતાં. નંદ રાજાઓને લક્ષમીને સંચય કરે બહુ ગમતું. આથી નંદેએ સેનાની ડુંગરિયે થાય એટલું સોનું એકત્ર કરી રાજગહીની બહાર સેનાના નવ પહાડે બનાવ્યા હતા. શકટાલ અને એના પૂર્વજો રાજાઓને સમજાવતા, પરંતુ ધનભૂખ્યા રાજવીઓ આ વિષયમાં કોઈનુયે સાંભળતા ન હતા. શકટાલ આ વિષયમાં વધુ દૂઢ હતા. ન તે એ વધુ ખરચ કરવા દેતે કે તે વધુ ધન સંચિત કરવા દેતે. ધન સંચય કરવાનું એને પસંદ નહોતું અને પ્રજાને શકટાલની એ નીતિ પણ પસંદ નહોતી કે રાજા દ્વારા પંડિતોકવિઓ અને ભાટ-ચારણામાં વાહવાહને ખાતર ઉડાવાતું લખલુટ ધન તે નાતે ઉડાવવા દેતે. શકટાલ આવા વિષમપદે ઊભું રહીને રાજ્યતંત્ર ચલાવતો હતો.
Jain Education International
For Private & Personal Use Only
wow.jainelibrary.org